________________
૩૯૮
આત્મ- ઉત્થાનને પાયે મહાન પુરુષને એ વિશ્વાસ હતો. તેથી તેઓએ કોઈનો તિરસ્કાર કર્યો નથી. સર્વ પ્રત્યે સમભાવ, પ્રેમ અને અહિંસા પ્રબેધ્યાં છે.
દૂર કરવા જેવા છે દોષ! અને આવકારવા જેવા છે ગુણ!
સજીવને તિરસ્કાર એ ભારે દોષ છે. દોષને દૂર કરીને ચૈતન્યના પક્ષપાતી બનવું તે આપણું કર્તવ્ય છે
દેષ સ્વના જેવાય અને ગુણ પરના જેવાય, તે આ તિરસ્કારવૃત્તિ આપે આપ અલેપ થઈ જાય !
દષ્ટિ તેવી સૃષ્ટિ જગત જેવું છે, તેવું આપણે જોઈ કે જાણે શક્તાં નથી, પણ આપણે જેવા છીએ તેવું જગત આપણને દેખાય છે.
આપણી ભૂમિકા બદલાય છે, તેમ આપણું જગત વિષયક દર્શન પણ બદલાય છે. વૈજ્ઞાનિકે જગતને શક્તિરૂપે Energy તરીકે કાયમી ગતિ સ્વરૂપે માને છે. આપણે જગતને ગતિ અને સ્થિતિ ઉભય સ્વરૂપે જાણીએ છીએ. સર્વજ્ઞ ભગવંતે જગતને દ્રવ્ય, ગુણ, પર્યાયરૂપે અને ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યરૂપે જુએ છે. જેમ-જેમ આપણી ભૂમિકા બદલાય છે, તેમ-તેમ આપણું જગત-દર્શન પણ બદલાય છે.
કઈ આપણને ગુણીરૂપે જુએ છે, તે કઈ વળી દષિત રૂપે જુએ છે. તેમાં આપણે તેવા છીએ, માટે તેને તેવું દેખાય છે એમ નહિ, પણ તે જે છે, તેવું આપણું સ્વરૂપ તેની કલ્પનામાં આવે છે. એ જ કારણે જ્ઞાની ભગવંતે લોકસંજ્ઞાને ત્યજવાનું કહે છે અને શાસસંજ્ઞાને કેળવવાને ઉપદેશ આપે છે.
યેગી પુરુષને સવજી-વીતરાગ પરમાત્માનું જ સ્વરૂપ પિતાની યોગદષ્ટિથી દેખાય, તેવું અયોગીને ન જ દેખાય. ભાગીને જગત ભેગનું સ્થાન દેખાય છે, યોગીને ભેગનું સ્થાન જણાય છે. લોકસંજ્ઞાથી પર
બીજે આપણને જે રીતે જુએ, તે રીતે આપણી જાતને કલ્પવાની જરૂર નથી, પણ જ્ઞાની પુરુષ આપણને જે રીતે જુએ છે, તે રીતે જોવાની દષ્ટિ કેળવવાની જરૂર છે. અને સંજ્ઞાને છેડી દેવી જોઈએ- એ જ સુખી થવાને અને શાંતિ પામવાને રાજમાર્ગ છે. લેકસંજ્ઞા કેવી હોય તે નીચેના દાખલાથી સ્પષ્ટ થાય છે?