________________
દેષ અને ગુણ
૩૯૫ સંપત્તિ અને વિપત્તિનું એક લક્ષણ એ છે કે, જ્યારે મનુષ્યમાં પરાયાપણાની ભાવના ઓછી થાય છે અથવા બિલકુલ રહેતી નથી, ત્યારે જીવન સંપન્ન થાય છે અને જ્યાં પરાયાપણાની ભાવના હોય છે, ત્યાં જીવન વિપત્તિથી ભરેલું લાગે છે.
કેવળ શ્વાસ લેવાથી છવાતું જીવન યાંત્રિક હોય છે, લગભગ જડવત્ હોય છે. તેમાં જીવંતતા બીજા પ્રત્યેના સદ્દભાવ અનુસાર પ્રગટે છે. - જ્યારે મનુષ્યમાં પરાયાપણાની સંકુચિત ભાવના વધારે હોય છે, ત્યારે તેનું જીવન તેના માટે પણ ભારરૂપ બનીને વિપત્તિવાળું બની જાય છે.
બીજાને નિજના બનાવવા માટે જીવનમાં અભેદની સ્થાપના કરવી, એ જ પ્રગતિ અને સંસ્કૃતિને સિદ્ધાંત છે.
જીવનનું મૂલ્ય એકતા છે. તેને પાયે પ્રેમ છે. પ્રેમ એ જીવનનું મૂળભૂત મૂલ્ય છે. સુખ માટે બધી મૂલ્યવાન વસ્તુઓ કરતાં પણ મૂલ્યવાન વસ્તુ કઈ હોય, તે તે પ્રેમ છે. પરસ્પર પ્રેમના અભાવમાં સુખને અભાવ છે.
જેના વડે જીવન છે, તે શ્વાસને પણ પકડી રખાતે નથી, પણ છોડ પડે છે અને તે જ પૂલ જીવન પણ શક્ય બને છે, તે પછી સાચું પૂરું અખંડ જીવન જે એક પિતામાં પૂઈ રહેવાય તે સવMવત્ બની જાય તે સ્વાભાવિક છે.
___ " अयं निजः परो वेति गणनां लघुचेतसाम् ।
उदारचरितानां तु, वसुधैव कुटुम्बकम् ॥" આ પિતાને, આ પારકો, એવી ગણતરી સંકુચિત મનવાળાઓની હોય છે; ઉદાર વર્તનવાળાઓને માટે તે (સમગ્ર) ધરતી જ કુટુંબરૂપ હોય છે.
અર્થાત્ મહામના પુરુષો સમગ્ર વિશ્વના કલ્યાણ અને બંધુત્વમાં માનતા હોય છે.
દેષ અને ગુણ દેષ એ દીવાલ છે. ગુણ એ દ્વાર છે.
દીવાલ દ્વારા ઘરમાં પ્રવેશ કરનાર ચાર ગણાય છે અને પ્રવેશ કરે છે, તે પણ તેને ઘરમાંથી બહાર કાઢવાના પ્રયાસ થાય છે.
આ નિયમ દષના માધ્યમ દ્વારા બીજાના હદયરૂપી ઘરમાં પ્રવેશ કરનારને લાગુ પડે છે.
ગુણ એ પુરુષ અને ડેષ એ પડછાય છે. પડછાયે પુરુષને ઓળખાવે તેટલી જ તેની કિંમત છે. જયાં દેષરૂપી પડછાયે હોય, ત્યાં ગુણ પણ હોય જ. જ્યાં ગુણ હેય,