________________
સહિષ્ણુતા
૩૯૩ પ્રગતિ એટલે આગળ વધવું! પણ આગળ વધવાનું ગુણોના વિકાસમાં, નહિ કે સામગ્રીની પ્રાપ્તિમાં! સામગ્રીની વૃદ્ધિમાં પ્રગતિ જેવી તે ૫શુભાવની નિશાની છે. પ્રગતિને સ્વાર્થના પાતળાપણું સાથે સંબંધ છે.
જે સંસ્કૃતિ માનવમાં આ પ્રકારની આચાર–પરંપરા સજે છે, તે જ સાચી સંસ્કૃતિ છે.
પ્રગતિ સ્કૂલ-શક્તિના વિકાસમાં નથી, પણ વ્યક્તિના સમગ્ર-સવરૂપના વિકાસમાં છે. જડત્વના વિકાસમાં નહિ, પણ આત્મત્વના વિકાસમાં છે. આત્માની શુદ્ધિમાં સદૈવ સહાય કરે તે જ સાચી સંસ્કૃતિ !
- ક
સહિષ્ણુતા કઈ પણ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરવા માટે જે સદગુણની ખાસ જરૂર પડે છે, તે ગુણ સહિષ્ણુતા છે.
વિવિધ સ્વભાવવાળી વ્યક્તિઓના સંપર્કમાં આવવું પડે છે, ત્યારે બીજાઓના સ્વભાવોને ફેરવવાનું કાર્ય મુકેલીભર્યું બની જતાં જાતે જ કરવાની જરૂર પડે છે. ગામ ફેરવવાના બદલે ગાડું ફેરવવું, એ જ શક્ય અને સુલભ છે.
અણગમતું પણ સાંભળીને સ્થિર રહેવામાં સહિષ્ણુતાની અત્યંત જરૂર પડે છે. સત્ય આપણું પક્ષે હોય તે પણ ઊછળી ન પડતાં, ખમી ખાવાથી સઘળું ય સત્ય વધુ પ્રકાશ સાથે સામી વ્યક્તિ દ્વારા પ્રગટ થાય છે. તે માટે ધીરજ ધરવી અનિવાર્ય છે.
જે જે મહાપુરુષો થઈ ગયા, તેમ જ આજે વિદ્યમાન છે, તે બધાએ કપરા સંયેગોમાં કાળને પાકવાની રાહ જોવાનું જ પસંદ કર્યું છે. જયાં બીજું કશું કાર્ય સાધક ન બને, ત્યાં કાળને પાકવાની પ્રતીક્ષા અજબ સહાય કરે છે. તાત્કાલિક પ્રત્યાઘાતને ઝીલી લેવા માટે સહિષ્ણુ બનવું જોઈએ અને ધીરજ ધરવી જોઈએ. | મન ગમે તેટલું અકળાઈ જાય, પણ જે એક પણ વચન ન ઉચ્ચારીએ તે બાજી હાથમાં રહે છે. મૌન સર્વાર્થ સાધન્ આ નકકર સત્ય છે. મૌન
મૌન ધારણ કરનારને માટે તાદ્ધતિક પ્રત્યાઘાતોથી જન્મેલ અપરિપકવ વિચારોને પરિપકવ બનાવવાનો સમય મળે છે. અપરિપકવ વિચારોને વચન અને કાયાથી અમલમાં મૂકી દેતાં, જે કાંઈ નુકસાન થવાનું હતું, તેનાથી સહીસલામત ઊગરી જવાય છે. | સહિષ્ણુ વ્યક્તિ પોતે જ સહી લેવા તૈયાર હોય છે. તેથી એને સહુની સહાનુભૂતિ પ્રાપ્ત થાય છે. સામી વ્યક્તિને પણ આપણી અપ્રતિકારની ભાવનારૂપ મૌનથી પિતાની ભૂલ સમજવાની તક મળે છે. આ ૫૦