________________
૩૯૧
સાચી સંસ્કૃતિ
બહારની આવી સૃષ્ટિ અંગે મનમાં જે કંઈ પેદા થાય છે, તે બધો ભાસજ છે–આ વાત જે બરાબર મનમાં વસી જાય, તે નિર્વિકાર-શાતિ સિવાય બીજી કઈ અનુભૂતિ નહિ થાય.
બ્રહ્મચર્ય-પાલન માટે આ એક મહત્વને વિચાર છે. આ વિચારનું વારંવાર ચિંતન કરવાથી બ્રહ્મચર્યનું પાલન દુષ્કર મટીને સુકર બને છે અને મેહનું નિવારણ અશક્ય બને છે. માત્ર આ ચિંતનના સતત અભ્યાસની જરૂર છે.
બ્રહ્મચર્ય—પાલન માટે પંચમહાવ્રતધારી સાધુ ભગવંતેની સેવા-ભક્તિ પણ ખૂબ સહાયક નીવડે છે. મારે બ્રહ્મચર્યના પાલન વડે જીવનને સાર્થક કરવું છે, આવા દઢ નિર્ધારપૂર્વક જેએ તેના પાલન માટેના નિયમ પાળે છે, તેમ જ મનને “નમસ્કાર'માં ઢાળે છે. તેઓ નિ:શંકપણે નિર્વિકાર-શાનિત અનુભવીને, અદ્દભુત સ્વસ્થતાના સ્વામી બની શકે છે.
સાચી સંસ્કૃતિ કયાં પુરાણા-કાળની પ્રાચીન દશા અને કયાં આજ કાલની આંજી નાંખનારી અદભુત સ્થિતિ?
કયાં પુરાણા ઘર અને કયાં આજના ભવ્ય મહાલ જ્યાં એ વલે અને કયાં આજના નિત્ય નવાં રંગબેરંગી મુલાયમ વો?
કયાં એ જૂના સઢવાળા વહાણે અને કયાં સાગરો પર ચીલા પાડતી આજની વિરાટ સ્ટીમરે?
કયાં જૂનાં તીરકામઠાં અને કયાં આજના સર્વ વિનાશક અબબ? કયાં પુરાણી ટેળીઓ અને કયાં આજનાં સંપન્ન રા?
-આ બધી કહેવાતી પ્રગતિને ધ્યાનમાં લઈ આપણે માનીએ છીએ કે-જગત વિકાસ સાથે છે.
આધુનિક કાળનાં રાક્ષસી સાધન, વિદ્યુતવેગી વ્યવહાર, પુસ્તક દ્વારા જ્ઞાનને ઢગલા અને વૈભના ઝાકઝમાળ જોઈને આપણે સહેજે કહીએ છીએ કે-જગત પ્રગતિ કરી રહ્યું છે, પણ તરત જ બીજો સવાલ ઊઠે છે કે માત્ર વસ્તુનું કદ કે એને વિસ્તાર વધે તે જ પ્રગતિ ગણાય ખરી?
માનવજાત સમડીની જેમ લાંબે જઈ શકે, શરતના ઘડાની જેમ ઝડપથી દેડી શકે, ઊંટની માફક દૂર-દૂરનાં તોફાની આગાહી કરી શકે, વાઘની જેમ ત્વરાથી સામાને