________________
બ્રહ્મચર્ય પાલન
બહારની સૃષ્ટિ નિમિત્ત જરૂર થાય છે, પણ રાગ-દ્વેષ કરાવનાર તેા માનસિક સૃષ્ટિ જ છે. આ વાતને સમજવા માટે અહીં બે દૃષ્ટાન્ત વિચારીએ: માનસિક સૃષ્ટિ
૩૮૯
ધારે કે ત્રણ માસ રસ્તામાં જઈ રહ્યા છે. રસ્તામાં ત્રણેયને મૂલ્યવાન એક હીરા જોવામાં આવ્યા. આ ત્રણ પૈકી બે જણા એ હીરા લેવાને દોડયા. જે પહેલા પહેાંચ્યા તેને એ હીરા મળ્યા. જેને મળ્યા તેને આનદ થયા, ન મળ્યા તે નારાજ થયા. ત્રીજો કે જે વિશ્કત હતા, તેને ન આનંદ થયા, ન શાક થયેા.
અહીં એક જ હીરામાં એકને સુખ બુદ્ધિ, બીજાને દુઃખ બુદ્ધિ અને ત્રીજાને ઉપેક્ષાબુદ્ધિ થઇ, તે બહારના હીરા જોવાથી ભીતરમાં જે કાલ્પનિક કે ભાવનામય હીરા પેના થયા તેના કારણે થઈ. તેથી રાગ-દ્વેષ થવાનું આંતરિક અને ખરું કારણ, બહારની સૃષ્ટિ નથી, પણ અંતરંગ-સૃષ્ટિ છે.
એવું જ એક બીજુ દૃષ્ટાન્ત લઈએ, જેથી આ વિચાર વધુ સ્પષ્ટ થાય.
પરદેશમાં રહેલ પુત્રનું મરણ ન થયું હોય, છતાં કઈ એના મૃત્યુના સમાચાર આપે તે મન તરત જ શાકાકુળ થાય છે. એનાથી ઊલટું પુત્રનું મરણ થયું હોય છતાં મૃત્યુના સમાચાર ન મળે અથવા તેા વાત છુપાવવા પુત્ર જીવતા છે-એવા સમાચાર કોઈ આપે તે ચિત્ત સાવ સ્વસ્થ રહે છે.
આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે મનમાં પેદા થતી સૃષ્ટિ વાસ્તવિક નહિ, પણ કલ્પિત હાય છે હવે આ વિચાર બ્રહ્મચર્યપાલનમાં કઈ રીતે સહાયક થાય છે તે જોઈએ:
એક સ્ત્રીને જોતાં જ એકના મનમાં પત્નીભાવ, બીજાના મનમાં માતૃભાવ, ત્રીજના મનમાં પુત્રીભાવ, ચેાથા-પાંચમા અને છઠ્ઠાના મનમાં અનુક્રમે ઢાકી, માસી કે મામીને ભાવ ઉત્પન્ન થયા. બહાર તા એક જ સ્ત્રી છે છતાં તેમાંથી મનેામયી અને કાલ્પનિક છ સ્રીએ પેદા થાય છે અને દરેકમાં જુદો જુદા ભાવ પેદા કરનારી બને છે.
બહારની જે સ્ત્રી છે, તેના શરીરમાં હાડ–માંસ છે. તેની ઊંચાઈ પાંચ કે સાડા પાંચ ફૂટ છે. તેનુ વજન ૯૫ કે ૧૦૦ રતલ છે, પણ તેના આધારે અ ંદર જે છ સ્ત્રીએ પેદા થઈ, તેમાં નથી હાડ-માંસ, નથી ઊંચાઈ કે નથી વજન ! એને તે માત્ર આકાર હાય છે. તે પણ માત્ર મનના કે બુદ્ધિના !
આ કેવળ રૂપ અને આકારમય સ્ત્રી કે જેમાં હાડમાંસ, વજન કે ઊંચાઈ કશું જ નથી, જે કેવળ કાલ્પનિક છે, ભાસ માત્ર છે, તે જ સુખ-દુઃખ કે વિકારનું કારણ થાય છે. આપણને એમ લાગે છે કે મહાર જે હાડમાંસવાળી અને ખેલવા-ચાલવાવાળી શ્રી ઊભી છે, તે જ સુખ-દુઃખ આપે છે અને તે જ વિકારને પેદા કરે છે, પણ