________________
૩૮૭
પાત્રતાનો પાયો રહ્યું છે, તેથી ત્રણે વગ ઉપકારી છે, એવી બુદ્ધિ ઉત્પન્ન થયા વિના કૃતજ્ઞતા ગુણને સ્પર્શ અધૂર રહે છે. તેટલા પ્રમાણમાં પાત્રતા અણુવિકસિત રહે છે અને અગ્યતા ટળતી નથી.
સંપૂર્ણ નમ્રતા ગુણની પરાકાષ્ઠાએ પહોંચવા માટે વિશ્વત્રયને કઈને કઈઅવછેદથી ઉપકારક માનવું અનિવાર્ય થઈ પડે છે. ત્રણે ભુવનને ઉપગ્રહ પરસ્પર થઈ રહ્યો છે, એવું જ્ઞાન જે સૂત્રથી મળે છે, તે સૂત્રની પરિણતિ વ્યવહાર નયમાં નિષ્ણુત બનાવે છે. વ્યવહાર અને નિશ્ચયથી ઉપકારક તત્તવ
નમ્રતા, કૃતજ્ઞતા, પાત્રતા, યોગ્યતા વગેરે કાર્થક છે. તેને વિકસાવવા માટે વ્યવહાર અને નિશ્ચય ઉપકારક છે. તેને તીર્થસ્વરૂપ આદર આપતાં શીખવું જોઈએ. સાક્ષાત્ ઉપકારક રત્નત્રય અને તેનાં સાધન છે, તેથી તેના પ્રત્યે પૂજ્યતાનો વ્યવહાર બહારથી પણ થઈ શકે છે. પરંપરાએ ઉપકાર તત્વથી સર્વને છે, તેથી તેના પ્રત્યે બાહ્ય વ્યવહાર પૂજ્યતાને ન કરી શકાય, પણ અંતરમાં તેને ઉપકારક તરીકે ગણવાનો નિષેધ નહિ, પણ વિધાન સમજવું. જે અંતરથી પણ તેને ઉપકારી ન મનાય, તે શત્રુ ભૂત અને ઉદાસીનભૂત પદાર્થો પ્રત્યે કૃતજ્ઞતા વિકસી શકે નહિ. અને જો તે ન વિકસે તે આત્મતત્વની પ્રાપ્તિના અર્થાત્ મુક્તિસુખના અધિકારી બની શકાય નહિ. સ્વરૂપ લાભરૂપી મુક્તિ તેને જ મળે કે જે સ્વભિન્ન વિશ્વને ઉપકારી માને, કૃતજ્ઞતા દ્વારા તેના પ્રત્યે ઉપશમભાવને કેળવે, સંલેશ રહિત બને.
સંકુલેશ રહિત બનવાને અનન્ય ઉપાય કૃતજ્ઞતા ગુણ છે અને વિશ્વ સમસ્ત પ્રત્યે તે વિકસવો જોઈએ. તેમાં કેઈ એક પણ જીવ બાકાત ન રહેવું જોઈએ.
જેઓ નમનીય છે, શૈલેયપૂજ્ય છે, તેઓ સર્વને નમીને નમનીય બન્યા છે, સર્વ પ્રત્યે કૃતજ્ઞતા ગુણ કેળવીને પૂજ્ય થયા છે. તેથી તેમને ભાવથી નમસ્કાર તે જ થઈ શકે કે નમનારના હદયમાં સર્વ પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ રહેલો હોય. તે ન હોય તે નમનીયને નમન પહોંચતું નથી અર્થાત્ દ્રવ્ય નમસ્કાર થાય છે પણ ભાવ નમસ્કાર થતો નથી. ભાવ નમસ્કાર કરવા માટે તેમનામાં રહેલા કૃતજ્ઞતા ગુણને પણ નમવું જોઈએ.
આ વિશ્વમાં મારે એક પણ અપકારી છે નહિ, બધા જ મારા ઉપકારી છે–એવી વિચારણાને વર્તનમાં લાવવાથી સારો અરિહંતભાવ પરિણત થાય છે. તેમાં ભારોભાર કૃતજ્ઞતા રહેલી હોય છે. “નમો અરિંતાણ-પદ પણ આ જ તાત્પર્યને પ્રકાશે છે. કેઈ એક પણ જીવને અપકારી માને એટલે અરિહતભાવને અપલાપ થયા–એમ માનીને સર્વ સાથે આત્મીયતાપૂર્ણ વર્તન કેળવવામાં સ્વપરહિત છે.