________________
લજજા-મર્યાદા
૩૮ ૫
લજજા-મર્યાદા લજજા એટલે પિતાની મર્યાદાઓને અને અધિકારોનો ખ્યાલ!
આજકાલ સ્વતન્ત્રતાના અને સમાનતાના ઠગારાં બહાના હેઠળ લેકે પોતાની મર્યાદાઓ ભૂલતાં હોય છે.
મોટા–નાના વચ્ચે, શિક્ષક-વિદ્યાર્થી વચ્ચે, સ્વામી-સેવક વચ્ચે, પહેલાના કાળમાં જે મર્યાદાઓ હતી, તે આજે ભાગ્યે જ દેખાય છે. પિતાના જ્ઞાનની, અધિકારની, ઉંમરની, મર્યાદાઓનું વારંવાર અતિક્રમણ થતું જોવાય છે. ગમે તે વ્યક્તિ, ગમે તેમ કરવા પિતાને મુખત્યાર માને છે.
નાનકડે નિશાળીયે કે રસ્તાને સામાન્ય માણસ પણ ગમે તે દેવ-દેવતા, મહાપુરુષ, નેતાઓ, ધર્મ કે ધર્મશાસ્ત્રો અથવા ગમે તે વિષયની ગમે તેવી ટીકા કરવામાં અથવા તેની પર ગમે તેવાં વિધાન કરવામાં જરાય લજાતે નથી. આવી નિર્લજજતા શોચનીય છે.
દરેક બાબતમાં જ પામી શરમાયા કરવું-એ જેમ છે, તેમ દરેક બાબતમાં માઝા મૂકી પોતાના ધર્મને કે અધિકારને ખ્યાલ ન કરે એ પણ તેટલું જ ખોટું છે.
મહાન પુરુષો કદી પણ પોતાના અધિકાર અતિક્રમણ કરતા નથી. દરિયે કેટલે વિરાટ છે, છતાં તે કિનારાની માઝા (મર્યાદા) કદી મૂકતું નથી. અમુક હો ભગવતે અમલદાર પોતાના ક્ષેત્રની, સત્તાની અને જવાબદારીઓની મર્યાદાઓ જેમ ઉલ્લંઘતે નથી અને તેમ કરે તે તરત શાસન (સા) પામે છે, તેમ જીવનમાં પોતાના ક્ષેત્રને, સંબંધને અને મર્યાદાને ખ્યાલ છોડી દેનાર અને પતન પામે છે.
સર્વ વ્યવહારમાં અને ખાસ કરીને સી-પુરુષોના વ્યવહારમાં લજજા અતિ આવશ્યક છે.
વ્યવહારમાં નિખાલસતા ભલે હોય, પણ મર્યાદાઓને લેપ ન જ હવે જોઈએ. મર્યાદા
અહીં સુધી અને અહીંથી આગળ નહિ ? આવી લક્ષમણરેખા દરેક વ્યવહારમાં હોવી જ જોઈએ!
નૈસર્ગિક આકર્ષણને લીધે સ્ત્રી-પુરુષને અરસપરસનાં મંત્રી અને સાનિધ્ય બહુ ગમે છે, પરંતુ એમાં રક્ષણાત્મક દીવાલો ન હોય, અંતરના શત્રુઓને ભય ભૂલાય, લજજાને પડદે ખસે, તે લગભગ પતન થવાનું જ ! આ નિશ્ચિત વાત છે. અને એક
આ. ૪૯