________________
૩૮૪
આત્મ-ઉત્થાનના પાયે
વહી જતાં જળને જેમ શાશેા ખેડૂત પાળ બાંધીને પેાતાની ખેતીના ઉપયાગમાં લઈ શકે છે, તેમ માનવી પેાતાના જીવનને મગલમય બનાવી શકે છે. માટે ઉત્તમ વિચારને આચારમાં વણીને માનવીએ આદશ જીવનની સુવાસ ફેલાવવી જોઇએ.
સવૃત્તિના
પાયા
ઉદારતા, ન્યાય અને પ્રેમ એ સદ્દવૃદ્ધિનાં લક્ષણા છે. સવ્રુત્તિનું પ્રથમ લક્ષણ સત્યનિષ્ઠા છે. સત્યનું સ્વરૂપ શું? અને તેમાં નિષ્ઠા કેમ થાય ?
આપણા પૃથક્પાના વિચારથી આપણે આપણી માનસિક ધરી ઉપર જ ગતિ કરતા હોઈએ છીએ. આપણા પૃથક્ વ્યક્તિગત સ્વાર્થ, પૃથક્ લક્ષ્ય, પૃથક્ સુખ-દુઃખના જ વિચાર કરીએ છીએ, તેથી સઘળા સંતાપ અનુભવીએ છીએ. ભેદના જ વિચાર કરવાથી સૌથી વધુ અસ'તોષ અને અસફળતા પામીએ છીએ.
વ્યક્તિગત પૃથક્પણાને તિલાંજલી આપી સમાં વ્યાપ્ત સર્વ શક્તિમાન પરમાત્મતત્ત્વ સાથે એક્તાનતા સાધવાથી સાચી શાન્તિ પ્રાપ્ત થાય છે. જે ન્યુતિ સર્વ પ્રાણી પદાર્થને પ્રકાશિત કરે છે, તે જ ચૈાતિને આપણા અંતરાત્માની ઊ'ડી ગુહામાં જ્યારે અવકાશ આપીએ છીએ, ત્યારે જ તે જયાતિ આપણામાં પ્રકાશે છે. અને પછી પરમ શાન્તિનું' રહસ્ય હાથમાં આવે છે. આપણે બધા તે પરમ નૈતિના અ'શ છીએ.
બીજાનાં સુખ-દુઃખ આપણાં જ છે. તેવું જ્ઞાન અને તેવું વર્તન જયારે થાય છે, ત્યારે જ સત્યનિષ્ઠા પ્રગટી ગણી શકાય.
સ્વાત્હષ પરાપક ની વૃત્તિને તિલાંજલી આપી દેવી, તે ઉદારતા છે. બીજાના દોષ જોવા, તે મનનું સાંકડાપણું છે, તેમ પેાતાના ગુણ ગાવા, તે પણ સંકુચિત્તવૃત્તિનું એક ચિહ્ન છે. સને આદરથી જોવા, તે ઉદારતા છે.
આપણી ચેાગ્યતાથી અધિક ઇચ્છવું નહિં અને બીજાની ચાગ્યતાથી ઓછું આપવું નહિ, તે ન્યાય છે.
ઉદારતા અને ન્યાયમાંથી સત્યનિષ્ઠા અને પ્રેમ પેદા થાય છે.
જે સુખ આપણને ઇષ્ટ છે, તે બીજાને માટે પણ ઇચ્છવુ'. તેવા આત્મવત્ સમાન ભાવ સહજ બને, તેને પ્રેમ કહે છે.
સવૃત્તિના આ ચાર પાયા છેઃ સત્યનિષ્ઠા, ઉદારતા, ન્યાય અને પ્રેમ, તે જેનામાં હાય, તે જ સજજન, તે જ સ ંત અને તે જ સાધુ ગણાય છે, તે જ સત્પુરુષ છે.
સત્યમાં સુસ્થિર રહેવુ, તે સત્યનિષ્ઠા છે. સત્ય સ` વ્યાપી સનાતન અને શાશ્વત છે. તેના સ્વીકાર-અગીકાર કરવા તે સત્યનિષ્ઠા છે.
க