________________
૩૮૨
આત્મ-ઉત્થાનને પાયો ઉચ્ચતાની અભિરુચિ દઢ થતી જાય છે. પછી હલકી વસ્તુઓની હાજરીને પણ તે સહી શકતું નથી. સદભિરુચિવાળાને નઠારી પ્રવૃત્તિઓ દુધની જેમ અપ્રિય થઈ પડે છે. તીવ્ર અરુચિ થવાને લીધે તે વિના પ્રયત્ન હલકી બાબતથી સદાય દૂર રહે છે. ઉચ્ચતાની અભિરુચિ કેળવવી તે જ સદાચારનું ખરેખરું પ્રેરક બળ છે. સાચે ગુરુ, સાચે શિક્ષક કે સાચે નેતા તે છે કે જે શિષ્યના, વિદ્યાર્થીના અને અનુયાયીના અંતઃકરણમાં સ૬વસ્તુ પ્રત્યે અભિરુચિ કેળવવા વારંવાર પ્રયાસ કરે છે. માત્ર હકીકતેના જ્ઞાનથી કે પુસ્તકના પિપટિયા પાઠમાત્રથી સદાચારી બની શકાતું નથી.
સાચા જ્ઞાન મુજબ જીવન ઘડવા માટે તે જ્ઞાનને રસ ચાખ જોઈ એ. એ રસ ચાખવાનું કાર્ય દુષ્કર છે, તે પણ ઉપેક્ષણીય નથી, કારણ કે તેને પૂરેપૂરે બદલે તે મેળવી આપે છે.
આચારોનું પરિબળ મનને બરાબર ઓળખાવે એવી, ભાગ્યે જ કોઈ ઉપમા આપી શકાય-એવું એ વિચિત્ર અને અનોખું છે ! છતાં મનને કેઈ ઉપમા આપવી જ હોય તે વધુમાં વધુ બંધબેસતી ઉપમા પાણીની છે. | મન પાણી જેવું છે. પાણીને પિતાને આકાર કે રંગ નથી. તેને જે વાસણમાં રેડે, તેવો આકાર તે ધારણ કરે છે અને તેમાં જે રંગ નાખે તેવા રંગનું તે બને છે. જે તેને વહેવા દઈએ, તે તે ઢાળ તરફ વહેવા લાગે છે અને એક જ જગ્યાએ બાંધી રાખીએ, તે તે બંધિયાર બની અદ્દભુત શક્તિવાળું બની ગમે તેવા ખડકેને પણ ઘસી નાખે છે.
આ જ રીતે મનને પણ કઈ રૂપકે રંગનથી, જે વસ્તુમાં તે પરોવાય છે, તેમાં તે એકાકાર થઈ જાય છે. જે વિષયને સંગ તેને લાગે છે, તે તેને રંગ થઈ જાય છે. એને ફાવે તેમ કરવા દઈએ, તે અધમ માર્ગોમાં તે જલદી ઢળી પડે છે અને નીચે પટકાય છે. બાહ્ય-વિષયે તેની સાથે અથડાતાં તેમાં તેવા પ્રકારની વૃત્તિઓના તરંગો ઊઠે છે.
મનની શક્તિઓ છે તે અદ્દભુત! પણ જે તેને ક્યાંક કેન્દ્રિત કરી શકાય તે જ એ અદ્દભુતતા અવલોકી શકાય!
પાણીને નિશ્ચિત માર્ગે વહેવડાવવા માટે પાળ બાંધવી પડે છે, તેવી જ પાળ આપણે માનસિક પ્રવાહને વહેવડાવવા માટે બાંધવી જોઈએ. આ પાળ એટલે નિયમે, અને આચાર-પ્રણાલિકાઓ! - આપણા વિચારો, ભાવ, કલ્પનાઓ અને સમજણે ક્ષણે ક્ષણે બદલાતાં રહે છે. આપણે તે બધાં પર ભરોસે રાખીને વર્તવા લાગીએ, તે તો ક્યાંય પહોંચી ન શકીએ.