________________
૩૮૮
આત્મ-ઉત્થાનને પાયે બ્રહ્મચર્ય પાલન - બ્રહ્મચર્ય પાલન એ અઘરામાં અઘરી સાધના છે, તેમ છતાં એ સિદ્ધ કર્યા વિના પ્રગતિ થઈ શકતી નથી તેથી પ્રગતિવાંછુ પ્રત્યેક મનુષ્ય આ સાધનાને સિદ્ધ કરવી જ રહી. આ સાધના અંગેની કેટલીક સૂચના અહીં રજૂ કરાય છે.
૧. બ્રહ્મચર્ય-પાલન માટે પહેલી સૂચના એ છે કે સાંજનું ભોજન જતું કરવું. બપોરે રોટલી, દાળ, ભાત, શાક જેવા સાદે આહાર લે, માદક આહાર લેવો નહિ. કઈ વખત માદક આહાર લેવાઈ જાય, તે બીજે દિવસે ઉપવાસ કરી લે. એથી માદક આહારની કોઈ પણ અનિષ્ટ અસર, મોટા ભાગે થશે નહિ. કઈ વખતે બપોરે સંતોષકારક જન ન થયું હોય અને સાંજે લેવું પડે, તે તે અલ્પ પ્રમાણમાં લેવું.
૨. મનને નવરું ન રહેવા દેવું. સવારે સ્વાધ્યાય કરે. રાત્રે ઊંઘતી વખતે કંઈક ને કંઈક ધાર્મિક વાંચન-ચિંતન કરીને જ ઉંઘવું. અને દિવસ દરમ્યાન ઈષ્ટના નામને જા૫ વારંવાર કરે. ભલે તેનું તાત્કાલિક પરિણામ કાંઈ પણ ન જોવામાં આવે, પણ છેવટે એમાંથી જ બ્રહ્મચર્ય પાળવાનું બળ મળે છે.
૩. સ્ત્રીઓ વિશે માતૃભાવ અથવા વૈરાગ્યભાવ કેળવશે. પ્રત્યેક સ્ત્રી તેના સંતાનની અપેક્ષાએ માતા છે, પૂજ્ય છે-આ દષ્ટિ રાખવાથી ત્વનું સાચું મૂલ્ય સમજાય છે. એક માતૃધર્મ છોડીને વિશ્વભરમાં બીજે કઈ પણ ધર્મ, એનાથી ચઢિયાતે નથી રમી માત્રમાં એ ધર્મનું દર્શન કરવાથી તેમાં જગત પૂજયતાના, પરમ પવિત્રતાનાં દર્શન થાય છે. એ દર્શન વિકાર માત્રને બાળી નાખે છે.
૪. વૈરાગ્યભાવ કેળવવા માટે ધર્મરહિત માનવદેહની નિઃસારતાને વિચાર કરવો. સી શરીર ગમે તેટલું સુંદર લાગતું હોય, તે પણ છેવટે તે તે માત્ર મળ, મૂત્ર, રુધિર, માંસ, હાડ અને ચામથી બનેલું છે. એ શરીર ગમે તેટલું તારુણ્ય કે લાવણ્ય સંપન્ન હોય તે પણ અંતે, તે રોગગ્રસ્ત અને જરાણું થવાનું છે. ગમે તેટલું રાગવર્ધક, છતાં તે બધા રાગ છેવટે અસ્થિરતામાં પરિણમે છે, આવું ચિંતન સતત કરવું.
૫. બ્રહ્મચર્ય—પાલન માટે પૃથફ શયન અતિ આવશ્યક છે. તદુપરાંત સમગ્ર શ્રી જાતિ સાથેના વ્યવહારમાં મર્યાદાને પૂર્ણ પાલન અને અકારણ સંસર્ગનું વજન અતિ જરૂરી છે.
બ્રહ્મચર્ય-પાલન માટે મુખ્ય વિચાર એ જરૂરી છે કે મનુષ્યને કઈ સૃષ્ટિ રાગ-દ્વેષ કરાવે છે–બહારની કે અંદરની?
આપણી સામે બહાર જે સૃષ્ટિ ઊભી છે, તે ખરેખર રાગ-દ્વેષનું, હર્ષ-શેઠનું કે કામ-ક્રોધનું અંતરંગ કારણ નથી. બહારની સુષ્ટિ જોતાં જ આપણા મનમાં એ વિશે જે ભાવનામય કે કલ્પનામય સુષ્ટિ પેદા થાય છે, તે જ રાગ-દ્વેષ આદિનું અંતરંગ કારણ છે.