________________
૩૯૨
આત્મ-ઉત્યાનનો પાયો ઘાયલ કરી શકે, હાથીની જેમ માલને બેજો ઉઠાવી શકે, ગરુડની જેમ આકાશમાં ઊંચે ઊડી શકે કે આગિયાની જેમ રાત્રિના અંધકારમાં દીવા જલાવી શકે, એટલા માત્રથી શું માનવજાતે પ્રગતિ સાધી ગણી શકાય ખરી?
બેશક દૂરદર્શક યંત્ર, વીજળીની મેટર, બિનતારી સંદેશવાહક સાધનેએ, અણુશક્તિ ચાલિત આગબેએ અને એવાં બીજા હજારે સાધન એ માનવીની શક્તિ અને વ્યવહારોની જટિલતા વધારી દીધી છે પણ એને યથાર્થ ઉન્નતિ કહી શકાય ?
આજના માણસે રાક્ષસી પ્રમાણના રાક્ષસી સાધને વાપરી, રાક્ષસી-જીવન બનાવવામાં જે સફળતા હાંસલ કરી છે, તેને શું ઉન્નતિ કહેવી ?
વૃદ્ધિને ઉન્નતિ કેણ કહે?
ઢગલે માટે થાય, નાના ઘડાને દેગડે બનાવાય, છીપલું વધીને શંખ બને, કાન ટેલિનના ભૂંગળા બને, હાથ વધીને મશીન બને, તેમાં શક્તિનું પ્રમાણ બદલાયું, પણ શક્તિનું સ્વરૂપ કયાં બદલાયું?
અનાજ વધ્યું, તે સાથે સંગ્રહખોરી વધી, આરોગ્યનાં સાધનો વધ્યાં, તે સાથે રોગોના પ્રકારો પણ વધ્યા. વૈભવ વધ્યાં, તે સાથે તૃષ્ણા પણ વધી. સુખ વધ્યું, તે દુખ પણ કયાં ઘણું? શ્રીમંતાઈ વધી, તે કંગાલિયત કયાં ઘટી? સહકાર વધે, તે યુદ્ધ કયાં ઘટયાં? કમાણી વધી, તે ખર્ચ કયાં ઘટયાં?
આ બંને પક્ષોને જ્યારે વિચાર કરીએ છીએ, ત્યારે પ્રગતિને છેદ ઊડી જાય છે. આજની કહેવાતી પ્રગતિના પંજમાં અધોગતિને અગ્નિ ભારે જ છે.
જાણે કે માણસ પશુમાંથી વિકાસ ન પામ્યું હોય, તેમ પશુતા તેનામાંથી ગઈ નથી. પશુથી માણસ ભિન્ન લાગે છે, તે કેવળ તેના માનસિક સ્વરૂપને લીધે !
પશુઓને માત્ર સ્વભાવ (Instinct) છે. મનુષ્યને વ્યક્તિત્વ પણ છે. જે તે કેવળ સ્વાર્થ જુએ અને પિતાના પૂરતું જ જીવન જીવે, તે તે માટે પશુ જ કહેવાય.
જે તે પોતાના વ્યક્તિત્વને વિકસાવે, તેમાં પોતાના કુટુંબને, જાતિને, રાષ્ટ્રને સ્થાન આપે, તેમના માટે પણ કંઈક કરે, તે તે પશુ મટી માનવની કક્ષાએ પહોંચે. એથી આગળ વધીને તે પિતાના વ્યક્તિત્વને વિશ્વકલ્યાણમાં સમાવે, સત્ય ખાતર જીવે, પરમાર્થને માટે સ્વાર્થને ભેગ આપતાં શીખે અથવા પરમાર્થમાં જ સ્વાર્થને જોતાં શીખે, ત્યારે તે દેવકેટિએ પહોંચે.
મનુષ્ય જેટલે અંશે સ્વાર્થને ભૂલે છે, પરમાર્થને ઓળખે છે તેમ જ અપનાવે છે, તેટલે અંશે તે પ્રગતિમાન થાય છે.