________________
સદાચારનું પ્રેરક બળ
૩૮૧
સદાચારનું પ્રેરક બળ કઈ પણ પ્રવૃત્તિનું પ્રેરકબળ તેમાં રહેલે રસ છે. જે રસપૂર્વક કામ કરે છે, તે કદી થાકતું નથી. અમુક પ્રવૃત્તિ સારી છે, એટલું જાણવા માત્રથી તે પ્રવૃત્તિ કરવા કઈ પ્રેરાતું નથી અથવા અમુક પ્રવૃત્તિ ખરાબ છે, એમ જાણવાથી કઈ તેને છોડી દેતું નથી. એવું હેત તે સદાચારી બનવા માટે વિદ્વત્તા પૂરતી ગણાત અથવા પુસ્તકે જ ગુરુના સ્થાને ગોઠવાઈ જાત.
ઉરચ વસ્તુઓના જ્ઞાનમાત્રથી ઉરચ બનાતું નથી, પરંતુ ઉચ્ચ પ્રકારની અભિરુચિ કેળવવાથી જ ઉચ બનાય છે. અભિરુચિ તરફ દુર્લક્ષ કરીને હકીકતના ઢગલાને જ્ઞાન કહેવાની અને એ ઢગલા પર બેસીને સર્ષની જેમ કુંફાડા મારનારને કેળવાયેલે માનવાની એક પ્રથા પડી છે, તેની પાછળ વિચાર નથી. જ્ઞાનમાં રહેલા રસને ચાખી શકવાની જેનામાં શક્તિ નથી, તેને જ્ઞાની કહેવાને બદલે શુષ્કજ્ઞાની કહે એ જ વધુ એગ્ય છે.
મોટે ભાગે લેકમાં હલકી વસ્તુઓ તરફ જ અભિરુચિ રહેલી હોય છે. તેના બે કારણે છે: એક તે હલકી વસ્તુઓની છત વધારે હોય છે, સર્વત્ર તે જ ચાખવા મળે છે, તેથી અભિરુચિ પણ તેવી જ બની જાય છેબીજું કારણ ઊચી વસ્તુઓની અછત છે, તેથી તેને સ્વાદ ચાખવાને પ્રસંગ જ આવતું નથી.
સિનેમાના ટાયલા અને તેના ઢગધડા વગરના ગાયનમાં લકે વધુ રસ લે છે, કારણ કે તેને વારંવાર જેવા સાંભળવા સૈ કેઈને સહેલાઈથી મળે છે. તેને સ્વાદ ચાખવાથી તેમાં રસ બંધાઈ જાય છે. ઉચ્ચ પ્રેમ જોવા માટે અને ઉચ્ચ સંગીત સાંભળવા માટે ભાગ્યે જ મળે છે. તેને સ્વાદ જ ચાખવા મળતું નથી. પછી તેમાં અભિરુચિ કેવી રીતે કેળવાય? પિતે ઊંચે ચઢવાને શ્રમ લે અથવા બીજા કોઈ તરફથી તે ઉચ્ચ રસ ચાખવા મળે તે પછી હલકી વસ્તુ કદી ગમતી નથી.
નાની વયના બાળકે, કિશોર કે કુમારને હલકી વસ્તુઓમાં રસ લેવાની એક પણ તક ન મળવી જોઇએતેમની સન્મુખ હમેશાં ઉચ્ચ વસ્તુઓની જ રજુઆત થવી જોઈએ. નાની વયથી સારી વસ્તુઓનું આસ્વાદન કરવા મળે તે નઠારી વસ્તુઓ તેમને ગમવાની જ નથી. ઉચ વસ્તુઓની રુચિ
સારી વસ્તુઓની રુચિ કેળવવા માટે સારી વસ્તુઓ અલ્પ હોવાથી તેની શોધ કરવી પડે છે. પોતાની ભૂમિકાથી ઊંચે હોય તે તેનું સાંનિધ્ય સેવવા ઊંચે ચઢવાને શ્રમ ઉઠાવવું પડે છે, પરંતુ આ શ્રમ એક વાર ઉઠાવ્યા તે બેડે પાર.
ઉચ્ચ વસ્તુની અભિરુચિ કેળવવા માટે શ્રમ અનેકગણે બદલે મેળવી આપે છે પછી તેનું જીવન વિતીર્ણ બને છે. આનંદ શુદ્ધ મળે છે. સંપત્તિ દેવી થાય છે. ક્રમશઃ