________________
અઢાર પાપા અને નવધા પુણ્ય
કલહ-કકાસ અને વેર-ઝેર ઉત્પન કરાવે છે. મનપુણ્ય દ્વારા સર્વ જીવાનુ` હિતચિંતન થતું હાવાથી દ્વેષભાવ નષ્ટ થઈ જાય છે. કલહના મૂળ રૂપ દ્વેષબુદ્ધિ નષ્ટ થઈ જતાં કાઈ જીવ સાથે કલહ-કંકાસ કરવાના પ્રસંગ બનતા નથી. આમ મનપુણ્ય દ્વારા દ્વેષ અને લહુ રૂપ એ પાપસ્થાનકાની શુદ્ધિ અને તે પાપ કરવાની વૃત્તિના ક્ષય થાય છે.
૩૪૭
૭. વચનપુણ્ય
ખીજાનું હિત થાય એવી વાણી એલવી કે બીજાનાં સત્કાર્ય-સદ્દગુણની પ્રશંસા કરવી તે વચન પુણ્ય છે. તેનાથી ખરાબ વચન રૂપ અભ્યાખ્યાન અને મૈથુન્ય, આ બન્ને પાપાની શુદ્ધિ અને તે પાપ કરવાની વૃત્તિના ક્ષય થાય છે. કાઈને અછતાં ( ખેાટાં ) કલંક દેવા, તે અભ્યાખ્યાન પાપ છે અને દ્વેષબુદ્ધિથી એકબીજાની સાચી-જુઠ્ઠી વાતા એકબીજાને કરવી, તે વૈશુન્યપાપ છે. વચનપુણ્યથી આ બન્ને પ્રકારનાં પાપ સરળતાથી
જાય છે.
૮. કાયાપુણ્ય
કાયાથી અન્ય વ્યક્તિની સેવા-વૈયાવચાદિ કરવા કે ખીજાનાં શુભકાર્યમાં સહાયક થવુ', એ કાયાપુણ્ય છે. કાયાપુણ્યના સેવનથી રતિ-મતિ અને પરપરિવાદ, આ બન્ને પાપાની શુદ્ધિ થાય છે અને તે પાપસેવનની બુદ્ધિ નાશ પામે છે. રતિ-અતિના વિશેષ અનુભવમાં કાયિક સુખદુઃખની પ્રધાનતા રહે છે. ખીજાની સેવાભક્તિમાં પેાતાની કાયાના ઉપયાગ કરવાથી રતિ-અરુતિનુ' પાપ ટળે છે, સામાન્ય રીતે આપણાં કષ્ટ કે દુઃખમાં બીજાનું નિમિત્ત પામીને, આપણે જે પરપરવાદ-પરનિંદાનુ પાપ સેવીએ છીએ, તે પણ તિ-અતિના જવાથી ચાલ્યું જાય છે. અને આ પાપના સેવનની વૃત્તિ નાશ પામે છે. ૯. નમસ્કારપુણ્ય
નમવા ચાગ્ય પંચપરમેષ્ઠિને નમવું, એ નમસ્કાર પુણ્ય છે. ઉપરાક્ત આઠ પુછ્યાના સેવનથી, જ્યારે ૧૬ પાપાની શુદ્ધિ અને પાપસેવનની વૃત્તિઓના ક્ષય થાય છે, ત્યારે સાચા નમસ્કારભાવ પ્રકટે છે અને તે નમસ્કાર ભાવથી સત્તરમુ` પાપ માયા-મૃષાવાદ (કપટથી અસત્ય વાણી બેલવી તે) અને અઢારમું પાપ મિથ્યાત્વશલ્ય (તત્ત્વમાં અતત્ત્વની અને અતત્ત્વમાં તત્ત્વની બુદ્ધિ) આ બન્ને પાપ પણ ચાલ્યા જાય છે. મિથ્યાત્વની હાજરીમાં જ માયા-મૃષાનું પાપ સેવાય છે, અને મિથ્યાત્વ પણ તેના પ્રતિપક્ષી નમસ્કાર ભાવની ગેરહાજરીમાં જ ફુલ્યું-ફાલ્યું રહે છે. નમસ્કારભાવને સ્પર્શ થતાં જ મિથ્યાત્વ નષ્ટ થઈ જાય છે. આ રીતે નમસ્કાર પુણ્યથી માયા-મૃષાવાદ અને મિથ્યાત્વશલ્ય આ બે પાપસ્થાનકની શુદ્ધિ થાય છે. તેમજ તે પાપસેવનની વૃત્તિ નાશ પામે છે.
આ રીતે આપણને પુણ્યથી મળેલી સામગ્રીના ઉપયાગ જેમ જેમ વવેક પૂર્વક નિઃસ્વાર્થ ભાવે, કેવળ સામા જીવને શાતા પહેાંચાડવાના ભાવથી, થાય છે તેમ તેમ