________________
નવા પુણ્યથી નવપદ આરાધના
પુણ્ય દ્વારા આચાર સ્વરૂપ આચાર્યપદની ઉપાસના થાય છે અને સદાચાર પાલનનુ
ખળ પ્રાપ્ત થાય છે.
૩૪૯
૪. આસનપુણ્યઃ પોતા સિવાય અન્યને બહુમાન આપવું તે. ખીન્તને આસન આપવા દ્વારા બીજાનું ખહુમાન થતું હોવાથી વિનય ગુણ કેળવાય છે, માન ઘટે છે માટે આસનપુણ્ય એ ઉપાધ્યાય પદ્યનુ' પ્રતીક છે. ૫. શયનપુણ્ય : શયન એટલે ઘર રહેવા, સૂવા માટેના આધાર આપવે તે શયનપુણ્ય છે. સાધુ સર્વેને આધાર-આશ્રય આપનાર હોય છે. મેાક્ષમાગ માં એ સર્વેને સહાય કરનાર હોય છે. શયન-ઘર આદિ દ્વારા ખીજાને દ્રવ્ય આધાર આપવા દ્વારા સાધુતાના ભાવ વિકાસ પામે છે. માટે શયનપુણ્ય એ સાધુપદનું પ્રતીક છે,
૬. મન પુણ્ય: જીવમૈત્રી આદિ ચારે ભાવનાએ એ ઇનશુદ્ધિને પરમ ઉપાય છે. સર્વ જીવાનુ' હિતચિંતન આદિ મન વડે થતું હવાથી મનપુણ્ય એ સમ્યગ્દર્શનનુ
પ્રતીક છે.
૭. વચનપુણ્ય: વાણી જ્ઞાનનું પ્રતીક છે. શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ વચન દ્વારા જ થાય છે, તેમજ હિત-મિત-પચ્છ વાણી ખેાલવાથી જ્ઞાનપદની જ આરાધના થાય છે. માટે વચનપુણ્ય એ સમ્યજ્ઞાનનુ પ્રતીક છે.
૮. કાયાપુછ્યું: કાચા દ્વારા સુપાત્રની સેવાભક્તિ કરવાથી ચારિત્રધર્મના પાલનનુ’ બળ પ્રાપ્ત થાય છે; તેમજ કાયાની શુદ્ધિ રૂપ, ચારિત્રગુણની શુદ્ધિ પણ કાયાપુણ્ય વડે મેળવી શકાય છે, માટે કાયાપુણ્યએ ચારિત્રપદનુ પ્રતીક છે.
૯. નમસ્કારપુણ્ય: નમસ્કાર વિનય સ્વરૂપ છે. અને તે અભ્ય'તર તપ છે. ધ્યાન કાચેાત્સગ આદિ અભ્ય તર અને ખાદ્ય તપના મારે પ્રકારનું આરાધન પણ નમસ્કારપુણ્ય સ્વરૂપ હોવાથી તે તપપદનું પ્રતીક છે. આ રીતે નવ પુણ્ય એ નવપદના પ્રતીકરૂપ હાવાથી તેના આદર, બહુમાન, આચરણથી નવપદનું જ આદર-બહુમાન અને આરાધન થાય છે.
પુણ્ય વિના નવપદનુ નામશ્રવણુ પણ પ્રાપ્ત થતું નથી, તે તેના આદર-આરાધનાની પ્રાપ્તિની વાત જ ક્યાં રહી? નવ પુણ્યના સેવનથી જેમ જેમ પુણ્યની અભિવૃદ્ધિ થાય છે, તેમ તેમ નવપદ સાથેના સંબધ અને સાંન્નિધ્ય વધુ પ્રગાઢ બને છે. અને છેવટે આત્મા નવપદમય બને છે.
નવપુણ્યના સેવનથી અઢાર પાપની શુદ્ધિ અને તે પાપ ન કરવાની વૃત્તિ ઉત્પન્ન સાપ છે. માટે જીવનમાં નવ પુણ્યની રૂચિ અને પ્રવૃત્તિ વધારવી જોઇએ. જેમ પ્રકાશના આગમનથી અંધકાર સહજ રીતે ચાલ્યા જાય છે, તેમ પુણ્યના પ્રકાશથી પાપ-અધકાર પણ આપોઆપ વિલીન થઇ જાય છે અને આત્મા પુણ્યથી પુષ્ટ બની, ધર્મસાધનામાં વધુને વધુ ઉદ્યમશીલ બની મેાક્ષ (સિદ્ધપદ) પ્રાપ્ત કરે છે.