________________
- ૨૪૮
આત્મ-ઉત્થાનને પાયો પુણ્ય વધવાથી વિશિષ્ટ સુપાત્ર પુરુષોની ભક્તિને અવસર મળતા જાય છે, આવા લોકેત્તર પાત્રની ભક્તિમાં આપણી શક્તિનો ઉપયોગ કરવાથી વિશિષ્ટ પ્રકારના પુણ્યાનુબંધી પુણ્યનું એવું સર્જન થાય છે, કે જેનાથી આ જન્મ અને જ.માંતરમાં પણ સર્વ કર્મોને સમૂળ નાશ કરવાનું અપ્રતિમ સામર્થ્ય ધરાવનારા-અહિંસા, સંયમ અને તપ આદિ ઉત્કૃષ્ટ ધર્મનુષ્ઠાને આદર અને આચરણ કરવાની સુંદર સામગ્રી અને શક્તિ પ્રાપ્ત થાય છે અને તેના દ્વારા સર્વકર્મને ક્ષય કરી, આત્મા પોતાના સહજ શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરે છે.
આ રીતે સર્વકર્મક્ષયમાં આ નવે પ્રકારનું પુણ્ય એ બીજરૂપે કારણભૂત હેવાથી તેમાં સર્વ પાપને નષ્ટ કરવાની શક્તિ રહેલી છે.
1 નવધા પુણ્યથી નવપદ આરાધના નવપુષ્ય અને નવપદ
જૈન દર્શનમાં પુણ્યતત્ત્વનું કેવું મહત્વનું સ્થાન છે. એની વિગતવાર વિચારણા કરતાં આપણે એ જોઈ વિચારી આવ્યા કે, ૯ પ્રકારનું પુણ્ય ૧૮ પ્રકારના પાપોને નાશ કરવા કઈ રીતે સમર્થ છે? હવે છેલ્લે છેલ્લે એ વિચારણા કરી લઈએ કે, નવપદ અને નવપુણ્ય વરચે કે સંબંધ રહેલો છે.
૧. અન્નપુણ્યઃ પુણ્યતત્વના ઉપદે અરિહંત પરમાત્મા છે. તેમની મુખ્ય આજ્ઞા અહિંસા છે. અહિંસાને અર્થ છે, અભયદાન પ્રાણુરક્ષા! અન્નદાનથી (દ્રવ્ય-ભાવ બન્ને) પ્રાણની રક્ષા થાય છે. તેમજ સુપાત્રમાં આપેલું ભેજન નયસારની જેમ સમ્યકત્વનો તેમજ તીર્થંકર-નામકર્મના બંધને હેતુ પણ બને છે. માટે અન્નપુર્ણથી અરિહંતની આજ્ઞાનું પાલન અને અરિહંતપદની ઉપાસના થાય છે.
૨, જલપુણ્ય: પાણી તરસ છીપાવે છે. બાહ્ય-તૃષા હરવાનું સાધન જલ છે. તેના દ્વારા અન્યની તૃષા શાંત કરવાથી અંતે બાહ્ય-અત્યંતર સર્વ તૃષ્ણાને અંત થાય છે. સિદ્ધઅવસ્થા એ બાહ્ય અને આંતર, સર્વ તૃષ્ણાઓનાં સંપૂર્ણ અભાવ સ્વરૂપ હવાથી જલપુણ્ય એ સિદ્ધપદનું પ્રતીક છે. બીજાની બાહ્યતૃષા છીપાવવા દ્વારા સર્જાતા જલપુણ્યથી સંસારમાં પણ એ સિદ્ધના શાશ્વત સુખની વાનગીરૂપ નિસ્પૃહતાનું સુખ અનુભવવામાં આવે છે.
૩. વસ્ત્રપુણ્યઃ વસ્ત્ર દ્વારા શીલ અને સંયમનું રક્ષણ થતું હોવાથી, વઢપુણ્ય એ આચારનું પ્રતીક છે. બીજાને બાહ્યવો આપીને લાજ ઢાંકનાર કે તેના શીલધર્મમાં સહાયક બનનારને સદાચારના પાલનને આદરભાવ ઉત્પન્ન થાય છે. સદાચાર એ આત્માનું વસ્ત્ર છે. સદાચાર વિનાને માણસ લેકમાં પણ નાગો કહેવાય છે. તેથી વા