________________
३६४
આત્મ-ઉત્થાનને પાયો સુખ વચ્ચે જેઓએ જ્ઞાનચક્ષથી લે છે, તેઓ હિંસાથી બચવા માટે અને અહિંસાને સાધવા માટે જરૂરી જેટલી વસ્તુઓ હોય તેમાંથી એક પણ વસ્તુની ઉપેક્ષા ન કરી શકે તે સ્વાભાવિક છે.
હિંસા એ દુઃખ સ્વરૂપ છે અને અહિંસા એ સુખ સ્વરૂપ છે, એમ જેઓ હદયથી માનતા નથી, તેઓ પણ પિતા પ્રત્યે થતી હિંસાને દુઃખસ્વરૂપ અને પિતા પ્રત્યે થતી અહિંસાને સુખસ્વરૂપ હદયથી માને જ છે,
જે વસ્તુ પોતાને અનિષ્ટ (અણગમતી) છે, તે વસ્તુ બીજાને અનિષ્ટ નથી કે ઈષ્ટ (ગમતી) છે, એમ માનવાની પાછળ કેવળ સવાર્થવૃત્તિ સિવાય બીજો કેઈ આધાર રહેલો જણાતું નથી
સઘળા નિ:સ્વાર્થી અને જ્ઞાની પુરુષોએ પોતાની કે બીજાની હિંસાને દુખ સ્વરૂપ અને પિતાની અને બીજાની અહિંસાને સુખ-સ્વરૂપ સ્વીકારેલી જ છે. એમાં જેઓએ જેટલા અંશમાં ભેદ પાડ્યો છે, તેઓએ તેટલા અંશમાં પિતાના નિસ્વાર્થીપણાને કે જ્ઞાની પણાને ડાઘ લગાડીને હિંસાને મોકળાશ કરી આપી છે.
હિંસા એ દુખસ્વરુપ, દુઃખના કારણરુપ અને દુઃખની પરંપરાઓને આપનારી છે તથા અહિંસા એ સુખસ્વરૂપ, સુખના કારણરૂપ અને સુખની જ પરંપરાઓને આપનારી છે, એ સત્ય ઉપર શંકાની કાતર ચલાવવી, તે હિંસાને જ મજબુત બનાવવાને દુષ્ટ માર્ગ છે.
અનંતરાની શ્રી જિનેશ્વરએ કહેલી અહિંસા તે યથાર્થ અહિંસા છે. અહિંસાના સર્વ પાસાંઓને સમાવી લેનારી અહિંસા છે. જેમાં હિંસક, હિંસ્ય અને હિંસાના સવ ભેદનું યથાર્થ નિરૂપણ કરેલું છે.
જૈન શાએ ફરમાવે છે કે આ અપાર સંસારમાં જીવન પતન કે દુઃખનું કોઈ પણ બીજ હોય તે તે હિંસા જ છે. તે હિંસા બે પ્રકારની છે. એક દ્રવ્ય હિંસા અને બીજી ભાવ હિંસા.
પ્રાણનાશ એ દ્રવ્ય હિંસા છે અને દુષ્ટ અથવસાય એ ભાવહિંસા છે. * પ્રાણનો નાશ થવા માત્રથી હિંસા લાગે છે. કે હિંસાજનિત પાપકર્મને બંધ થાય છે, એવું એકાંત શ્રી જૈન શાસ્ત્રને માન્ય નથી. રેગની સમ્યક્ પ્રકારે ચિકિત્સા કરતી વખતે રોગીનું મરણ થાય છે, તે પણ વૈદ કે ડેકટર રેષિત કરતા નથી, એમ વ્યવહારમાં આપણે જોઈએ છીએ. દુષ્ટ અધ્યવસાય
કર્મબંધ માટે દુષ્ટ અથવસાયની અપેક્ષા છે. પ્રમાદજનિત દુષ્ટ અયવસાયથી ઉત્પન્ન થએલા કઠોર હૃદયપૂર્વક થતી પીડા એ કર્મબંધનું કારણ છે. તેવા દુષ્ટ અથવસાયવાળે