________________
૩૬૨
આત્મ-ઉત્થાનને પાયો
જીવ માત્ર સાથે દ્વેષને અભાવ અને પ્રેમને સદ્દભાવ તે અહિંસા છે. જીવ માત્ર સાથે અભેદનું અનુસંધાન તે સમાપત્તિ છે. - અહિંસા એ સાક્ષાત પરમાત્મ સ્પરૂપ છે, પ્રેમ અને પરમાત્મા એક જ છે. અભેદનું પ્રણિધાન અને પરમાત્માનું ધ્યાન બંને અભિન છે.
પ્રકૃતિનું મહા શાસન વિશ્વનું વિધાન પ્રાણીમાત્રના કલ્યાણ માટે સતતપણે ચાલી રહ્યું છે.
આ વિધાનનું સમ્યજ્ઞાન મળવાથી જીવ ભયાનક સંસારસાગરને રત્નત્રયના સાધન વડે તરી જાય છે. સમ્યજ્ઞાનનાં બળે જીવ આ સંસારમાં પણ આરોગ્ય, ધિલાભ અને સમાધિની સિદ્ધિ મેળવી શકે છે.
વિરાટ વિશ્વનું જ્ઞાન વીતરાગતાથી પ્રાપ્ત કરી શકાય છે. વીતરાગતા પ્રાપ્ત કરવાનું સાધન અહિંસા, સંયમ અને તપની સાધના છે
સંકલ્પ-વિકલ્પના તરંગ શાંત થવાથી આત્મામાં વિશ્વ પ્રતિબિંબિત થાય છે, એ વિદ્યાનું નામ ચિત્રકારી વિદ્યા નહિં પરંતુ વિચિત્રકારી વિદ્યા છે.
પૂર્ણજ્ઞાન અને વિજ્ઞાન અધ્યયનથી પ્રાપ્ત થતું નથી, કિન્ત શાંતતા અને શુદ્ધતાના અભ્યાસ વડે પ્રાપ્ત થાય છે.
અગ્નિને ઠારવાની શક્તિ જળમાં છે-એ બે ઘડાના પાણીથી થઈ શકે છે, પરંતુ પર્વતના દાવાનળને શમાવવાની શક્તિ ઘડાના જળમાં નથી, પણ મેઘની ધારામાં છે.
અહિંસા, સંયમ અને તપની સાધના સકામ યા અકામ ભાવથી પરોપકારપ્રધાન બનનારને સિદ્ધ થાય છે. તેથી પરોપકાર-પરાયણતા જ સંસાર દાવાનળને શમાવવામાં મેઘધારાનું કાર્ય કરે છે.
પરોપકાર-પરાયણતાનું બીજું નામ ધર્મ મહાસત્તાની શરણાગતિ છે. ધર્મ મહાસત્તા વિશ્વના પ્રાણીઓનું હિત કરનારી છે, તેથી તે રત્નત્રયી છે.
ધર્મ મહાસત્તાની પૂણે વફાદારી વડે ત્રિલોકનાથ તીર્થકર પદની પ્રાપ્તિ કરીને તીર્થકરો ધર્મતીર્થની સ્થાપના કરે છે અને વિશ્વતંત્રના નિયમ અનુસાર દેવેન્દ્ર, નરેન્દ્ર, મુનીન્દ્ર અને લેગીન્દ્રના ગક્ષેમકારક પદને પામે છે.
વિશ્વપ્રકૃતિ તેમના જન્મકલ્યાણકને ઉજવે છે, અતિશયે અને સમવસરણાદિ સમૃદ્વિને સમર્પે છે. તેઓશ્રી ચારે નિક્ષેપ વડે ત્રણ કાળ પૂજાય છે. શાશ્વત-અશાશ્વત ચૈત્યમાં તેઓશ્રીની ભક્તિ થાય છે.