________________
૩૭૦
આત્મ-ઉત્થાનને પાયો અહિંસા એ સત્યના દિવાનો પ્રકાશ છે. સમાધિના છેડ પર સત્યના ફૂલ ઊગે છે અને અહિંસાની સુવાસ અવકાશમાં ફેલાઈ જાય છે.
અહિંસા એ અનુભૂતિની એક સ્થિતિ છે. આનંદઘન આત્માના સ્વભાવમાં રહેનાર સદા અહિંસક છે, સર્વત્ર નિર્મળ નેહ વહાવનાર છે.
અહિંસા–સંયમ–તપ સવ જીવો સાથે ઔચિત્યભર્યું વર્તન તે અહિંસા છે. પિતાને આત્મા સાથે ઔચિત્યભર્યું વર્તને તે સંયમ છે. પરમાત્મા સાથે ઔચિત્યભર્યું વર્તન તે તપ છે, તેમાં ધ્યાન-તપ સર્વ શ્રેષ્ઠ છે.
અંતરાત્મભાવમાં રહીને થતું પરમાત્માનું ધ્યાન પોતાના આત્માને પરમાત્મ સ્વરૂપ બનાવે છે.
અહિંસાના પાલન વડે બહિરાત્મ ભાવને ત્યાગ થાય છે અને સંયમના સેવન વડે અંતરાત્મભાવની પ્રાપ્તિ થાય છે.
તપ વડે પરમાત્મ ભાવનું ધ્યાન થાય છે. તેના વડે પરમાત્મ સ્વરૂપને મહાન લાભ થાય છે.
ધ્યાન માટે અહિંસા અને સંયમની જરૂર છે, તેમ અહિંસા માટે સંયમ અને તપની પણ તેટલી જ જરૂર છે.
અહિંસા એ ધર્મ છે. સંયમ અને તપ તેની બે બાજુ છે. સંયમ વડે સંવર અને તપ વડે નિજ થાય છે.
અહિંસા એ વતુ હવભાવરૂપ ધર્મ છે. આત્મા એ જ અહિંસા છે અથવા અહિંસા એ આત્મભાવ છે. તેની રક્ષા સંયમરૂપી સંવર અને તારૂપી નિર્જરા વડે થાય છે.
તપ ઈચ્છા નિરોધરૂપ છે. સંયમ પ્રશસ્ત ઈચ્છારૂપ છે. અહિંસા-આ૫મ્ય ભાવની રક્ષાનાં તે બે સાધન છે. સંયમ વડે જીવમત્રી સધાય છે. ત૫ વડે જિનભક્તિ સધાય છે. આ રીતે
ધમો મામુઠુિં અહિંસા-હંગામો-તરો,
देवावि तं नमसति जस घम्मे सया मणो । અને એવા પુરુષને દેવે પણ સદા નમે છે કે જેના મનમાં આત્મા રમે છે અને જેનું મન પૂર્ણ અહિંસામય છે.