________________
૩૭૮
આત્મ-ઉત્પાનને પાયો અનેકાંત તે માનસ અહિંસા છે. સ્યાદ્વાદ તે વાચિક અહિંસા છે.
અનેકાંતથી સામાના હદયને જીતી શકાય છે, કદાચ ન જીતી શકાય તે પણ ધિકકારની લાગણીથી બચાવી શકાય છે, કારણ કે તેમાં અહંકાર પ્રધાન દષ્ટિને અભાવ હોય છે. એટલે અનેકાંતને અહિંસાનો પાયો કહ્યો છે.
અનેકાંત સ્યાદ્વાદ અને અહિંસાનું આ તત્વજ્ઞાન એ વિશ્વને શ્રી જિનદર્શનની આગવી ભેટ છે. જેઓ તેમાં નિપુણતા સાધશે, તેમને જન્મ સાર્થક છે. “શ્રી નિજદર્શન, એટલે સર્વાગ સંપૂર્ણ દર્શન. આત્માની અખિલતાનું અણિશુદ્ધ દશન.”
પ્રથમ નમસ્કાર શ્રી અરિહંત પરમાત્માને જ કરવું જોઈએ, કારણ કે તેઓશ્રી આપણા પરમ ઉપકારી છે. સર્વ ઉપકારીઓમાં શિરમોર છે. અન્ય સર્વ ઉપકારીઓના ઉપકારના મૂળમાં પણ તેઓશ્રીને ઉપકાર રહેલો છે.
ઉપકારની ગંગાના જનક શ્રી અરિહંત પરમાત્મા છે. પરોપકાર વ્યસનીપણાને જે ગુણ શ્રી અરિહંતમાં છે, તે બીજા કોઈમાં નથી.