________________
૩૭૬
આત્મ-ઉત્થાનને પાયે
अनेकांतमतांमोधिसमुल्लासनचन्द्रमाः ।
दद्यादमन्दमानन्दं भगवानभिनन्दनः ॥१॥ આવા અમે આનંદના અધિકારી બનવા માટે આચારમાં અહિંસા અને વિચારમાં અનેકાંતને વણવા પડે. વિચારમાંને અનેકાંત આચારમાંની અહિંસાને પુષ્ટ બનાવે છે. આચારમાંની અહિંસા એકાંતવાદથી આત્માને ઉગારી લે છે. આચારમાંની અહિંસા જીવનમાં શાંતિની પ્રતિષ્ઠા કરે છે. વિચારમાંને અનેકાંત મનનાં ચંદ્રને નિર્મળ બનાવે છે.
અહિંસા અને અનેકાંત રૂપી બે પાંખે વડે આત્મા મોક્ષની દિશામાં સફળ ઉડ્ડયન આદરીને વિશ્વોપકારી બને છે.
અહિંસાના પાલન માટે વિચારમાં અનેકાંત જોઈએ. અહિંસામાંથી જ જૈનદર્શનને દાર્શનિક સિદ્ધાન્ત, અનેકાંત ફલિત થયું છે. વિચારનાં દ્વાર ખુલ્લા મૂકવાથી બધાના વિચારોમાંથી સત્યને અંશ જડી આવશે.
બીજાના સત્ય વિચારને પણ અસત્ય માનવો અને તેને આગ્રહ ધરાવે એ જ અનીતિ, અન્યાય અને હિંસાનું પગથિયું છે. આથી અહિંસકને અનેકાંતવાદી થવું અનિવાર્ય છે.
અહિંસાથી ફલિત થતું દર્શન, તે અનેકાંત છે અને અનેકાંતથી ફલિત થતું આચાર તે અહિંસા છે.
અહિંસામાં, સલમતમ જીવોની પણ રક્ષાની ભાવના છે. એ ભાવનાના આધારે જ આચારના વિધિ-નિષેધની પરંપરા છે.
આચારની પાછળ દર્શન ન હોય, તે આચારની સાધનામાં નિઝા આવતી નથી. આથી દરેક ધર્મમાં જીવનાબંધ મોક્ષને તથા જગત સાથેના સંબંધને અને જગતના સ્વરૂપને વિચાર આવશ્યક ઠરે છે.
સત્યના કોઈ એક અંશને પણ અન્યાય ન થઈ જાય તે ખાતર જૈનદર્શનને સકળ દશના-નાના સમૂહરૂપ કહ્યું છે.
અનેકાંત–અહિંસા-સ્યાદ્વાદ અનેકાંત દષ્ટિ વિચારમાં અહિંસા પ્રગટાવે છે. સ્યાદ્વાદવાણી ભાષામાં નમ્રતા અને વિચારમાં સહિષ્ણુતા પૂર્વક સત્યનું કથન કરે છે. અનેકાંત એક દષ્ટિ છે અને સ્યાદ્વાદ એક ભાષા શૈલી છે.
અનેકાંતનું મૂળ સમન્વય ભાવ છે. એ માટે સમાન વિચારોમાં એકતા અગર વિભિન્ન વિચારોમાં માધ્યસ્થતા આવશ્યક છે. સમન્વયવાદ સ્યાદ્વાદ, અનેકાંતવાદનું તાત્પર્ય એ છે કે, પિતાને વિચાર કાયમી રાખી, સવની સાથે સુમેળ સાધવાનો પ્રયતન કરે.