________________
૩૭૫
અહિંસા અને અનેકાંત અનેકાંત
અનેકાંત એ માત્ર વિચારને જ વિષય નથી, પણ આચરણ શુદ્ધતામાં તેનું સ્થાન છે. અનેક પ્રમાણિત દષ્ટિએને સમુચય, તે અનેકાંત..! તેને સંગ્રહનયથી બે વિભાગમાં સંગ્રહીએ, તે તે વ્યવહારદષ્ટિ અને નિશ્ચયદષ્ટિ (પારમાર્થિકદષ્ટિ) એમ બે વિભાગમાં ગોઠવાઈ જાય છે.
પ્રથમ દષ્ટિ સ્થલ અનુભવ પર ઘડાયેલી છે. બીજી માન્યતા સુથમ અનુભવના આધારે નક્કી થાય છે.
સ્કૂલતાને કારણે પ્રથમમાં વિવિધ પ્રકારનાં અનુભવ હોય છે. બીજી દૃષ્ટિ સહમ હોવાને કારણે, તેમાં અનુભવની એકતા હોય છે.
પહેલી દષ્ટિમાં સાધ્ય–સાધનનો ભેદ અને બીજીમાં અભેદ હોય છે. પહેલી દષ્ટિના અધિકારી ઘણા હોય છે. બીજીના વિરલ હોય છે.
નિશ્ચયદષ્ટિને ધ્યાનમાં રાખીને, વ્યવહારદષ્ટિને અનુસરવાથી ક્રમિક વિકાસ સાધી શકાય છે.
પ્રયત્ન ચાલતું હોય ત્યારે પણ જેટલે અંશે પ્રયત્ન સિદ્ધ થયે હોય, તેટલે અંશે ફળની પ્રાપ્તિ થયેલી (ગણાય) છે.
આ માત્ર આશાવાદ નહિ, પણ ગહન રહસ્યભૂત સત્ય છે. તેથી સ્થિરતા ટકી રહે છે અને અધીરાઈ આવતી નથી, એ અનેકાંતદષ્ટિનું ફળ છે.
પ્રયત્નનાં આરંભથી માંડીને સમાપ્તિની છેલ્લી ક્ષણ સુધી અખિલ પ્રયત્ન ધારા એ ફળ છે, નહિ કે પ્રયત્નના અંતે, તેનાથી નિષ્પન્ન થતું જુદું ફળ જ, ફળ છે.
કઈ પણ કાર્યના પ્રારંભથી તેની સમાપ્તિ સુધી જે પ્રયત્ન એ સાધન છે અને અને નિષ્પન થતું ફળ એ સાધનથી જુદું જ છે.
જ્યારે નિશ્ચયનયની દષ્ટિ કહે છે કે યથાવિધિ પ્રયત્ન એ જ ફળ છે. આ માન્યતાને લીધે પરિણામ સુધી પહોંચી શકાય છે અને ફળનાં અધિકારી થઈ શકાય છે.
નિયષ્ટિ, ક્રિયાકાળ અને નિકાકાળને એક જ માને છે, વ્યવહારષ્ટિ બનેને ભિન્ન તરીકે સ્વીકારે છે અને બંને દૃષ્ટિ મળીને જ કાર્યની સિદ્ધિ થાય છે.
અનેકાંતદષ્ટિ વસ્તુતવની અખિલતાનું દર્શન કરાવીને જીવને મિથ્યા આગ્રહથી ઉગારી લે છે. આત્માનું અહિત કરનારા પૂર્વગ્રહથી બચાવી લેનારી આ દષ્ટિ પ્રભુશાસનની મહાભેટ છે.
કલિકાલ સર્વજ્ઞ ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા, “જાતની છઠ્ઠી ગાથામાં “અનેકાંતને સાગર સમ વર્ણવતાં ફરમાવે છે કે,