________________
૩૭૪
આત્મ-ઉત્થાનનો પાયો
પિતાના સુખદુખમાં સમાન વૃત્તિ, ઊર્વતા સામાન્યના જ્ઞાનથી કેળવાય છે. બીજા ની સાથે સમત્વભાવને વિકાસ, તિર્યફ સામાન્યના બેધથી થાય છે. સમાન ધર્મને આગળ કરવાથી “સમતા” સામાયિકની સિદ્ધિ થાય છે. પિતાના પર્યાયમાં અનુસ્મૃત એક જ દ્રવ્ય છે.--
બીજા છમાં ચૈતન્ય એક જ છે. ચૈતન્ય-સામાન્યથી એકતાનું જ્ઞાન અને દ્રવ્ય સામાન્યથી અભેદનું જ્ઞાન, સમત્વ ધમને વિકસાવે છે.
ધર્મ, ચિત્તની સમાન વૃત્તિમાં છે. ક્રિયા, ચિત્તવૃત્તિને એક જ આલંબનમાં ટકાવી રાખવાનું સાધન છે.
અહિસા અને અનેકાંત પ્રતિકૂળતામાં ક્રોધ, એ દુખથી બચવાના ઉપાય નથી, પણ શાંતિ એ જ દુઃખથી બચવાને ઉપાય છે.
જગતને કેઈ શત્રુ, આપણી શાંતિને હણવા સમર્થ નથી, તે શાંતિને આપણે પોતે જ ક્રોધ વડે શા માટે હણતા હોઈશું?
પ્રતિકૂળતાને પ્રસંગ આવતાં સામા ઉપર જે ક્રોધ કરે છે, એ ક્રોધ વડે પોતે પિતાનાં ઘરની શાંતિને બાળે છે, પણ ક્રોધરૂપી અગ્નિને ઠારી દઈને પોતે પિતાનાં શાંત સ્વભાવમાં રહે, તે તેને કાંઈ નુકસાન થાય નહિ અને પિતાની આત્મિક શાંતિ જળવાઈ રહે.
આચારમાં અહિંસા અને વિચારમાં અનેકાંતને વસાવવાથી આવી શાંતિ સુલભ બને છે. ૧. અહિંસાને આચાર અને ૨. અનેકાંતને વિચાર
એ બે શ્રેષ્ઠ અને સદા ઉપગી વસ્તુઓ, શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુ તરફથી, શ્રી જૈનસંઘને વારસામાં મળેલી છે.
આ વારસે અણમેલ છે, સ્વ-પરને સદા ઉપકારક છે, સંઘર્ષને ટાળનારે છે, દંભને દૂર કરનાર છે, સમતાભાવ બક્ષનારો છે.
એમ પણ કહી શકાય કે, સમભાવ એટલે અહિંસા અને યથાર્થ દષ્ટિ એટલે અનેકાંત. અહિંસા આત્માને નિર્મળ બનાવે છે. અનેકાંત વિચારને વિશુદ્ધ અને વિશાળ કરે છે.
અહિંસા ભોગ-તૃણનો ત્યાગ કરીને વિતરાગતા કેળવવામાં સમાયેલી છે. ખંડસામાં પણ અખંડ સત્યેનું આંશિક દર્શન, એ અનેકાંતષ્ટિની દેન છે.
આવી પ્રતીતિ કરાવવી, એ જ શાસ્ત્ર રચનાને પ્રધાન ઉદ્દેશ છે.