________________
૩૭૧
અહિંસા-સંયમ-ત૫ ભાવના
માતૃવત્ત જાપુ ની ભાવનાથી અસંયમ ટળે છે. રોઝ ટૂળે; ની ભાવનાથી તૃષ્ણા ટળે છે. કામવા સર્વમતેવુ ની ભાવનાથી હિંસા ટળે છે.
ચિત્તની નિર્મળતા, સ્થિરતા અને તન્મયતા સિદ્ધ કરવા માટે અનુક્રમે અહિંસા, સંયમ અને તપ-ધમ સમર્થ છે.
અહિંસા વડે જીવ સમાપત્તિ, સંયમ વડે આત્મસમાપત્તિ અને તપ વડે પરમાત્મ સમાપત્તિ થાય છે. દુષ્કતગહીંથી નિમળતા થાય છે. સુકૃતાનમેદનથી સ્થિરતા આવે છે અને શરણગમનથી તન્મયતા આવે છે. મનની નિર્મળતા તે સમાધિ છે. મનની સ્થિરતા તે યોગ છે અને મનની તન્મયતા તે તપ છે.
સમાધિ માટે અહિંસામાદિ ધર્મો, સ્થિરતા માટે સંયમ સંવરાદિ ધર્મો અને તન્મયતા માટે તપ-સમતા, નિરાદિ ધર્મો, તે સાધન છે.
તપ આત્મા અને પરમાત્મા વચ્ચે રહેલા ભેદને છેદ કરે છે. ભેદ કર્મના કારણે છે. તપથી કર્મ છેદ થાય છે. બાહા તપ વિનય-વૈયાવરાદિ અત્યંતર તપને ઉત્તેજે છે. સ્વાધ્યાયાદિમાં એકાગ્રતા ઉત્પન્ન કરે છે અને ધ્યાન કાર્યોત્સર્ગોદિમાં સ્થિરતા લાવે છે. આ રીતે અનુક્રમે આત્મસ્વરૂપમાં લીન બની નિજ શુદ્ધ પરમાત્મા સ્વરૂપ પ્રાપ્ત કરી શકાય છે.
અહિંસાથી પુણ્યાનુબંધી પુણ્યની પુષ્ટિ થાય છે. સંયમથી આવતાં કર્મો રોકાય છે અને તપ વડે નિર્જરાથી કર્મ ક્ષય દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય છે. આથી અહિંસા, સંયમ અને તપ પરમ મંગળ છે.
હિંસાને ત્યાગ કર્યા વિના ચિત્તશુદ્ધિ થતી નથી. ઈન્દ્રિયદમન અને કષાયના ત્યાગ વિના મનની સ્થિરતા આવતી નથી અને સ્વાધ્યાય-ધ્યાન કાયોત્સર્ગાદિ વિના તન્મયતા આવતી નથી. તે વિના સમાપત્તિ દુર્લભ છે.
સમાપત્તિને હેતુ અહિંસા, સંયમ અને તપ હોવાથી તે સવિશેષ આદરણીય છે. અહિંસા દ્વારા જીવરાશિ સાથે એકતા સધાય છે. સંયમ દ્વારા નિજાત્મા સાથે અને તપ દ્વારા પરમાત્મા સાથે એકતા સધાય છે. નિમળતા–સ્થિરતા-તન્મયતા
ઉપશમથી નિર્માતા, વિવેકથી સ્થિરતા અને સંવરથી તન્મયતા પ્રાપ્ત થાય છે.
અંગપૂજા અને અગ્રપૂજા એ નિમળતાનું કારણ છે.