________________
::
૩૬૮
આત્મ-ઉત્થાનને પાયે નમસ્કારની ક્રિયા સામાન્ય સ્વરૂપ ઉપગ, વિશેષ સ્વરૂપ ઉપયોગ, તેની વિશુદ્ધિ, તેની ભાવના, તેનું ધ્યાન, તેની અર્પિતતા અને તેની અભેદતા લાવનારી હોવાથી પરમ નિર્જશને હેતુ બને છે.
દ્રવ્ય ક્રિયાને ભાવ ક્રિયા બનાવનાર ઉપગ છે. તેની તીવ્રતા જેમ જેમ વધતી જાય, તેમ તેમ નિર્જરા વધે છે. આમ ભાવનમસ્કાર દ્વારા જીવ સર્વ કર્મ ખપાવીને શિવપદને વરે છે
અહિંસા અહિંસા શું છે?
આત્માને ખરેખર જાણી લે તે અહિંસા છે. “હું મને પિતાને જાણવામાં સમર્થ બની જાઉં તે સહુની અંદર જેનો વાસ છે, તેને (તે આત્માને,) પણ જાણી શકીશ. આ ભાનમાંથી આત્મ–પ્રેમ પ્રગટે છે અને પ્રેમ માટે કેઈને દુઃખ દેવાનું શક્ય જ નથી. કોઈ પણ જીવને દુઃખ દેવાની આ અસંભાવના એ અહિંસા છે.
આમ–અજ્ઞાનનું કેન્દ્રિય લક્ષણ “અહ” છે. આત્મજ્ઞાનનું કેન્દ્રિય લક્ષણ પ્રેમ છે. જ્યાં અહં શૂન્ય થાય છે, ત્યાં પ્રેમપૂર્ણ બને છે.
અહં સંકીર્ણ છે, પ્રેમવિરાટ છે. અહં અણુસ્થિત છે, પ્રેમ બ્રહ્મ-બૃહત્ છે. અહં નું કેન્દ્ર વ્યક્તિ છે, પ્રેમનું કેન્દ્ર સમષ્ટિ છે. અહે પોતાને માટે જીવે છે, પ્રેમ સહુને માટે ઇવે છે. અહં શેષણ છે, પ્રેમ પિષણ છે. પ્રેમમાંથી સહજ રીતે પ્રવાહિત થતી સેવા એ જ અહિંસા છે. પ્રજ્ઞા
પ્રજ્ઞાનું સાધન સમાધિ છે, સમાધિ સાધન છે, પ્રજ્ઞા સાધ્ય છે, પ્રેમ એ સિદ્ધિનું પરિણામ છે. પ્રેમ કેવી રીતે મેળવવું ! પ્રેમ સીધે મેળવી શકાતું નથી, એ તે પરિ. ણ મ છે. પ્રજ્ઞાન મેળવે તે એના પરિશ્રમના વળતર તરીકે પ્રેમ મળી જાય છે. પ્રજ્ઞા હોય અને પ્રેમ ન હોય એ અસંભવ છે, આત્મજ્ઞાન હોય અને અહિંસા ન હોય, એ આ રીતે સંભવી શકે?
આથી જ અહિંસાને સાચા જ્ઞાનની કસોટી માનવામાં આવી છે. તે પરમધર્મ છે, ક રણ કે તે આત્યંતિક સેટી છે એની કસેટીમાં જે ખરે પુરવાર થાય તે જ ધર્મ એક રે પુરવાર થાય છે.
પ્રજ્ઞા કેવી રીતે પ્રાપ્ત થાય ? આપણુમાં જ્ઞાન શક્તિ છે, તે વિષયમુક્ત બની જાય તે પ્રજ્ઞા બની જાય. વિષયના અભાવમાં જ્ઞાન પોતાને જ જાણે છે. પોતાના & રા પિતાનું જ્ઞાન તે જ પ્રજ્ઞા છે. એ ભાનમાં કોઈ જ્ઞાતા નથી, કેઈ ય નથી. માત્ર જ્ઞાનની શુદ્ધ શક્તિ જ હોય છે. એનું સ્વયં વડે સ્વયંનું પ્રકાશિત થવું તે પ્રજ્ઞા છે.