________________
અહિંસા અને સમાંપત્તિ
૩૬૧
અહિંસા અને સમાપત્તિ
સમાપત્તિ એ ધ્યાનજન્ય સ્પર્ધાના છે. અનતજ્ઞાન દશ ન, ચારિત્રમય પરમાત્મ સ્વરૂપની સાથે પેાતાનાં શુદ્ધ સ્વરૂપની અત્યંત સમાનતા છે. તેથી મારામાં તે સ્વરૂપ છે. તે હું જ છું, એવા પ્રકારનુ અભેદ પ્રણિધાન તે સમાપત્તિ છે. આ સમાત્તિ ચેાગીજનાની માતા છે અને મેાક્ષરૂપી કાની જનેતા છે.
વીતરાગાદિ સર્વ ગુણાથી ‘હું એ જ છું’ એ પ્રમાણે સ્વાત્મામાં પરમાત્મા સાથે પરમસમસ્સાપત્તિ ઉત્કૃષ્ટ સમત્વભાવનું સ્થાપન એ તાત્વિક પ્રતિષ્ઠા છે.
અહિંસા શબ્દ નકારાત્મક છે. અહિંસકભાવ નકારાત્મક નથી હિંસા શબ્દ એ સ્વભાવની વિરાધાત્મક્તાના સૂચક છે. હિંસાની આ નિષેધાત્મક્તાનેા નિષેધ તે અહિંસા છે, તેથી અહિંસા શબ્દમાં વિધાયકતાના સકેત છે, કારણ કે નિષેધના નિષેધથી વિધાયક્તા ફલિત થાય છે.
અહિંસા શબ્દના ખેાળિયાની પાછળ પ્રેમની વિધાયકતાના પ્રાણ છે. પ્રાણ વિનાનુ' માળિયું નિઃસાર છે. હિંસા એ પ્રેમ છે. અપ્રેમના નિષેધ તે પ્રેમ યા અહિંસા છે. હિંસામાં દ્વેષ અર્થાત્ પ્રેમ ન આપવાની ક્રિયા છે. અહિંસામાં અદ્વેષ અર્થાત્ પ્રેમ આપવાની ક્રિયા છે. પ્રેમ એ સન છે પ્રેમ એ વિસન છે તેને વિરાધી પ્રેમ એ સર્જનને સ્રાત છે.
હિંસા ન કરવી તે જ અહિંસા અથવા શત્રુતા ન હેાવી તે જ પ્રેમ એવું નથી. અહિંસાની ઉપલબ્ધિ કેવળ હિંસાનિષેધ અને હિંસાત્યાગમાં પશ્િત થાય તા તેનાં પરિણામ ઘાતક આવે.
નિષેધ અને નકારની દૃષ્ટિ જીવનના વિસ્તાર નહિ પણ સ`કાચ કરે છે. સકાચ એ 'ધન છે અને વિસ્તાર એ મુક્તિ છે. સ'કાચ વડે ક્ષુદ્ર અહ માં સીમિત થવાય છે. વિસ્તાર વડે વિરાટ બ્રહ્મમાં વિલીન થવાય છે, જે સરિતા સાગર સુધી ન પહોંચે તે સરાવર બની સુકાવા માંડે છે.
હિં‘સા એ સ‘કુચિતતા અને સ્વાર્થવૃત્તિની નીપજ છે. તે અહિંસા વડે દૂર થાય છે. હિંસા એ દ્વેષાભિવ્યક્તિ રૂપ છે. તેના નિષેધ થઈને અહિંસા એ પ્રેમ સ્વરૂપ બને છે.
પ્રેમ અને પરમાત્મા અભિન્ન છે. પરમાત્માથી અભિન્ન એવું પ્રેમનું સ્વરૂપ તે અહિંસા છે. તેથી અહિંસા અને સમાપત્તિ બંને એક જ બની જાય છે. સમાપત્તિમાં પરમાત્માની સાથે અભેદનું પ્રણિધાન છે. અહિંસા પણ તે જ અની સિદ્ધિ કરે છે.
આ. ૪૬