________________
કમ-કારણું
૩૫૭
વિષય અને કષાયને નમવાથી સહજમળનું બળ વધે છે. શ્રી પંચપરમેષ્ઠિ ભાગવંતને નમવાથી તથાભવ્યત્વનું બળ વધે છે શ્રી પંચપરમેષ્ઠિઓને નમવાથી આત્માના દર્શન, જ્ઞાન અને ચારિત્રાદિ ગુણ પુષ્ટ થાય છે.
નમવું એટલે શરણે જવું, વિષયને શરણે જવાથી ચાર ગતિરૂપ સંસારને વધારનાર ચાર કષાયની વૃદ્ધિ થાય છે. શ્રી પરમેષ્ટિ ભગવંતને શરણે જવાથી ચારગતિને છેદ કરનારા ચાર પ્રકારના ધર્મની વૃદ્ધિ થાય છે.
ક્રોધ જવાથી દર્શનગુણ વિકસે છે. માન જવાથી ચારિત્ર ગુણ વધે છે અને લોભ જવાથી તપગુણ ખીલે છે. બીજી રીતે વિચારતા ભાવધર્મથી ક્રોધ જાય છે, તપગુણથી લેભ જાય છે, શીલ ગુણથી માયા જાય છે અને દાન ગુણથી માન જાય છે.
દાન નમ્રતા લાવે છે, શીલ સરળતા લાવે છે, તપ સંતેષ લાવે છે અને ભાવ સહનશીલતા લાવે છે. આમ ચાર પ્રકારના ધર્મ ચાર પ્રકારના ગુણ, ચાર પ્રકારના શરણુથી પ્રાપ્ત થાય છે
પહેલું શરણ શ્રી અરિહંત પરમાત્માનું, બીજું શરણ શ્રી સિદ્ધ પરમાત્માનું, ત્રીજું શરણ સાધુભગવંતનું, ચોથું શરણુ કેવલી ભગવતેએ પ્રરૂપેલા ધર્મનું છે.
આ ચારના શરણે જવાથી ચાર ગતિરૂપ સંસાર તરી જવાય છે. માટે આ ચાર શરણેનું અગાધ મહત્વ શ્રી જિન શાસનમાં છે.
કર્મ-કારણું કાર્ય અને એના કારણને, કર્મ અને એના ફળને કાંઈ સંબંધ જ નથી-એમ માનીને મોટા ભાગના માણસે વર્તતા હોય છે. બધી અનીતિ, બધી અવ્યવસ્થા અને બધી અશાતિની ઉત્પત્તિનું મૂળ કઈ હોય તે તે આ અવળી માન્યતા જ છે.
લોકે ફળ પર નજર ઠેરવે છે અને તેની પ્રાપ્તિ જેનાથી થાય છે, તે કર્મોને સર્વથા વિસરી જાય છે. કાર્ય પ્રત્યે ઉત્સાહ ધરાવે છે, પણ તેને સર્જનાર કારણે પ્રત્યે ઉદાસીન રહે છે. બધાને અપેક્ષિત પરિણામ જોઈએ છે, પણ તે શેમાંથી ઉત્પન્ન થાય તેના વિચારને નિરર્થક માને છે. મનની આ અવૈજ્ઞાનિક-વૃત્તિ ઘણી વ્યાપક છે. | મનમાં રહેલી આ અવૈજ્ઞાનિક–વૃત્તિ જેટલી વ્યાપક છે, તેટલી જ ભ્રામક છે. દુનિયા કાંઈ પેલા કપનાના ગંડુ રાજાની કાદ્રપનિક રાજધાની નથી કે આપણે જે માગીએ તે આકાશમાંથી આપો આપ આવીને પડે! દરેક વસ્તુ કાર્યકરણની પ્રચ્છન્ન પણ અવિચ્છિન્ન સાંકળથી જકડાએલી છે. કોઈ પણ સાધ્ય મેળવવા માટે, તે માટેના સાધનોની અને તેની સાધનાની ચક્કસ પરિથિ તેઓમાંથી પસાર થયે જ છૂટકે છે.