________________
૩૫૬
આત્મ-હત્યાનો પાયો જળદાન વડે. પરિગ્રહ અને ક્રોધનો પ્રતિકાર વદાન વડે, માન અને માયાને પ્રતિકાર આસનદાન વડે, કેષ અને કલહને પ્રતિકાર શુભમનના કાન વડે, અભ્યાખ્યાન અને કલહનો પ્રતિકાર વચનદાન વડે, રતિ, અરતિ અને પર પરિવારને પ્રતિકાર શુભ કાયાના દાન વડે, માયામૃષા અને મિથ્યાત્વને પ્રતિકાર નમસ્કાર દાન વડે થાય છે.
શુભભાવ વડે થતા પ્રત્યેક દાનમાં અઢારે પ્રકારના પાપને નાશ કરવાની શક્તિ છે.
ચિરકાળને તપ, ઘણું પણ મૃત અને ઉત્કૃષ્ટ પણ ચારિત્ર ભક્તિભાવ શૂન્ય હેય તો અહંકારનું પિષક બનીને અધોગતિ સજે છે પાપના શેષણ માટેના આ બધા દાન ભાવ પૂર્વક કરતા રહેવાથી ભવ પાર થવાય છે.
તથાભવ્યત્વ અને સહજ મળી કર્મના સંબંધમાં આવવાની જીવમાં રહેલી અનાદિ શક્તિ તે સહજમળ છે. અને કર્મના સંબંધમાંથી છૂટવાની એટલે મુક્તિગમનની એગ્યતા તે તથાભવ્યત્વ છે.
નમવા ગ્યને ન નમવાથી અને ન નમવા ગ્યને નમવાથી સહજમળ વધે છે. તેથી વિરુદ્ધ નમવા ગ્યને નમવાથી અને ન નમવા ગ્યને ન નમવાથી તથા ભવ્યત્વ વિકસે છે.
નમવા ગ્યને નમવું અને ન નમવા ગ્યને ન નમવું તે શ્રી અરિહંતાદિના શરથના સ્વીકારરૂપ છે. ન નમવા ગ્યને ન નમવું એટલે અગ્યને શરણે ન જવું. નમવા ગ્યને નમવું એટલે યોગ્યને શરણે જવું.
એકનું નામ દસ્કૃતની ગહ છે. બીજાનું નામ સુકૃતની અનુમોદના છે. આ બંને શરણગમનના સિકકાની બે બાજુ છે.
શ્રી અરિહંતાદિના શરણે જવું એ શ્રી જિનશાસનરૂપી સામ્રાજ્યનું નગદનારું છે તે નાણાની એક બાજુ દુષ્કતગહ અને બીજી બાજુ સુકતાનમેદના છે.
જીવને સંસાર તરફ ખેંચવાનું કામ સહજમ કરે છે. જીવને મુક્તિ તરફ ખેંચવાનું કામ તથાભવ્યત્વ કરે છે. સહજમેળના હ્રાસથી પાપનો સમૂળ નાશ થવા માંડે છે એટલે તેની ગહ ઉપાદેય છે તથાભવ્યત્વના વિકાસથી ધર્મના મૂળનું સિંચન થાય છે તેથી તેની અનુમોદના ઉપાદેય છે.
તાત્પર્ય કે સહજ મળને હાસ અને તથા ભવ્યતવને વિકાસ સુકૃતશિરોમણિ શ્રીઅરિહિંતાદિ ચારના ચરણે જવાથી થાય છે.
સ્કૃતનહીં તે સંસાર અને તેના હેતુઓથી વિમુખ થવાની ક્રિયા છે અને સુકતાનુમદન તે મુક્તિ અને તેના હેતુઓ તરફ અભિમુખ થવાની ક્રિયા છે.