________________
૩૫૫
પુરયનું પોષણ–પાપનું શોષણ ૬. ચેતનાવના સ્વતંત્ર અસ્તિત્વ વિના છવધારીઓના દેહની વિલક્ષણ રચના
કેઈ પણ રીતે બની શકે નહિ. ૭. પૂર્વજન્મને સ્વીકાર, આત્માના સ્વતંત્ર અસ્તિત્વ માટે પ્રબળ કારણ છે. ૮. આત્મમંદિરમાં વર્તમાન પરમાત્મદેવનો સાક્ષાત્કાર કરવામાં સહાયક પરિણામ
અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ છે.
પુણ્યનું પોષણ–પાપનું શોષણ શરીર વાહનના સ્થાને છે, બહિત્મા પશુના સ્થાને અને અંતરાત્મા પર્ષદાના સ્થાને છે. દેહ તરફ દષ્ટિ, જીવને પશુ બનાવે છે અને આત્મા તરફ દષ્ટિ, દિવ્ય બનાવે છે.
આત્મા મન, વાણી અને કર્મથી પર છે. આ ત્રણ ગઢ પણ કહેવાય છે. આ ત્રણ ગઢ જીતે, તે ઉપર ભગવાન દેખાય.
રાગ, દ્વેષ અને મોહને પણ ત્રણ ગઢ કહી શકાય.
રાગની અભિવ્યક્તિ મનથી થાય છે. દ્વેષની વચનથી અને મેહની કાયાથી. અશુભ ક્રિયા વડે મેહ પિવાય છે. અશુભ વચન વડે દ્વેષ પુષ્ટ થાય છે. અને અશુભ મન વડે રાગ પુષ્ટ થાય છે. તે ત્રણેને જીતનારે જ ભગવાનના દર્શનને પામી શકે છે.
પર્યુષણ પર્વમાં કર્મરાજાના ત્રણ ગઢ જીતાય છે. તેથી પરમાત્મદર્શન સુલભ બને છે. પર્વાધિરાજની આરાધનાથી નમસ્કારાદિ નવ પ્રકારના પુણ્યનું પિષણ થાય છે. અને મિથ્યાત્વાદિ અઢાર પ્રકારના પાપનું શોષણ થાય છે. બંધ હેતુઓને ત્યાગ થાય છે. અને સભ્યત્વાદિ મોક્ષના હેતુઓનું સેવન થાય છે.
પ્રભુની પૂજા કરતાં આઠે કર્મ જાય છે. ચૈત્યવંદન-સ્તુત્યાદિ વડે જ્ઞાનાવરણીય, દર્શનાદિ વડે દર્શનાવરણીય, વીતરાગતા અને ગમુદ્રા વડે અંતરાય, જીવની યતના વડે અશાતા વેદનીયને નાશ, પ્રભુનું નામ ગ્રહણ કરવા વડે અશુભ કર્મને નાશ, પ્રભુને વંદન કરવા વડે નીચ ગોત્રનો નાશ, પ્રભુની અક્ષયસ્થિતિ ભાવવા વડે આયુષ્ય કર્મને ક્ષય થાય છે.
અન્નદાનથી અહિંસા અને સત્ય, જળદાનથી અચૌર્ય અને બ્રહ્મચર્ય, વરદાનથી અપરિગ્રહ અને ક્ષમા, સ્થાનદાનથી નમ્રતા અને સરળતા, આસનદાનથી સંતેષ અને વૈરાગ્ય, મનદાનથી અદ્વેષ અને અકલહ, વચનદાનથી અનભ્યાખ્યાન અને અપશુન્ય, કાયદાનથી સમતા અને અપર પરિવાર તથા નમસ્કારના દાનથી અમાયામૃષાવાદ અને અમિથ્યાત્વની પુષ્ટિ થાય છે.
હિંસા અને અસત્યનો પ્રતિકાર અન્નદાન વડે, ચેરી અને અબ્રહ્મને પ્રતિકાર