________________
૩૫૩
કર્મ, ધર્મનું સર્જન
દાનધર્મ પ્રગટાવવા માટે પરમાત્માને ભજવાના છે. તુછ માંગણીઓ માટે નહિ
પ્રભુના શાસનમાં દાનને જયજયકાર છે. ત્યાગને જયજયકાર છે. ત્યાગના રાગને જયજયકાર છે.
શ્રી નવપદનું થાન, જીવને સર્વોચ્ચ પદે સ્થાપનારા દાનનું અપૂર્વ દેવત બક્ષે છે જે દેવતે સવમૂર્તિ શ્રીપાળ અને મહાસતી મયણા સુંદરીને, અહાય-અવ્યાબાધ સુખના ભોક્તા બનાવ્યા, તેવા દાનના સહુ કેઈ દાતાર બને.
કર્મ, ધર્મનું સર્જન આત્માનું પરમાત્મ સ્વરૂપમાં મળી જવું. એને અર્થ એ છે કે, આત્માએ પિતાના કર્માવૃત્ત પરમાત્મભાવને પ્રકટ કરીને પરમાત્મરૂપ થઈ જવું.
જીવ પરમાત્માનો અંશ છે, એને અર્થ એ છે કે, જીવમાં જેટલી જ્ઞાનકળા વ્યક્ત છે, તે પરિપૂર્ણ પણ અવ્યક્ત ચેતના ચન્દ્રિકાને અંશ માત્ર છે. કર્મનું આવરણું પૂરેપૂરું ખસી જવાથી તે ચેતના પરિપૂર્ણ રૂપમાં પ્રગટ થાય છે, તેને ઈશ્વરત્વની યા ઈશ્વરભાવની પ્રાપ્તિ સમજવી જોઈએ. જ્ઞાનકળાના આશિક ઉવાડના સંદર્ભમાં જ જીવ પરમાત્માને અંશ ગણાય છે તે જ્ઞાનકળા પૂર્ણપણે પ્રગટે છે એટલે જીવ શિવ બને છે.
શરીર અને આત્મા વચ્ચે અભેદ હોવાને ભ્રમ દૂર કરાવ અને ભેદરાનને પ્રગટ કરાવ તે કર્મશાઅને હેતુ છે. અંતષ્ટિ દ્વારા પિતામાં વર્તમાન પરમાત્મભાવ દેખાય છે. તેને પૂર્ણપણે અનુભવ-લાવવો તેનું જ નામ જીવનું શિવ થવું છે.
શરીર અને આત્મા વચ્ચેના અભેદ ભ્રમથી છોડાવી, પ્રથમ ભેદ જ્ઞાન કરાવવું અને પછી રવાભાવિક અભેદ યાનની ઉચ્ચ ભૂમિકા ઉપર આત્માને લઈ જવો તે કર્મ સાહિત્યનું પ્રદાન છે.
ભાવક રાગ-દ્વેષાત્મક પરિણામ છે. દ્રવ્ય કર્મ કાર્મ શુજાતિના પુલ વિશેષ છે. ભાવકર્મના નિમિત્તે આત્માની સાથે તે ગ્રેટે છે.જે રાગ-દ્વેષ મંદ હોય તે તે કર્મ પણ તેવું જ મંદ ચેટે છે. | માયા, અવિવા, પ્રકૃતિ, અપૂર્વ, વાસના, આશય, ધર્મો ધર્મ, અદષ્ટ, સંસ્કાર, દેવ, ભાગ્ય વગેરે “કર્મ' શબ્દના પર્યાયવાચી શબ્દો છે. | વેદાંતમાન્ય માયા, અવિદ્યા, પ્રકૃતિ એ ત્રણ ભાવકર્મ છે. “અપૂર્વ' શબ્દ મીમાંસા દર્શનને છે. “વાસના” બૌદ્ધદર્શન અને ગદર્શનમાં વપરાય છે. “આશય’ શબ્દ સાંખ્ય અને વેગ દર્શનને છે. “ધમધમ અદષ્ટ સંસ્કાર એ શબ્દ ન્યાય અને વૈશેષિક દર્શનના આ. ૪૫