________________
૩૫૧
નવપુષ્યની ઉત્પત્તિ-નવપદ
૪. ચેથા પદે બિરાજતા ઉપાધ્યાય, વિનય ગુણના ભંડાર છે.
૫. પાંચમા પદે રહેલા સાધુ ભગવંત સહાયના ભંડાર છે. જેટલા અંશમાં સહાય કરે તેટલા અંશમાં સાધુ બને.
૬. છઠું દર્શન પદ છે. દર્શન એટલે પરજીવપ્રીતિ, જીવતવ તરફ ઊંડી લાગણી જીવંત સદ્દભાવ.
આપણને સર્વાધિક રૂચિ સ્વ (Self) પર છે. આપણને જેવી રૂચિ આપણી જાત પર હોય છે, તેવી બીજા છ તરફ ન હોય તે તેટલા અંશે મિથ્યાત્વ દર્શનને અંધાપે છે.
૭. સાતમું પદ સમ્યજ્ઞાન છે. સમ્યજ્ઞાન એટલે સદ્દવિચારને ભંડાર. સમ્યગજ્ઞાન એટલે સદ્દવિવેકને પ્રગટાવનારું જ્ઞાન.
૮. આઠમું પદ સમ્મચારિત્ર છે. સમચારિત્ર એટલે સમ્યગ્દર્શન અને સમ્યગજ્ઞાનથી વણાએલું સદાચારી જીવન.
સમ્યફચારિત્રના દયાનથી દુરાચારને નાશ થાય અને સદાચારની પ્રાપ્તિ થાય છે.
૯ નવમું પદ તપ છે. તપ એટલે ચ્છિાનિધ. પરિગ્રહ પરિમાણ તે પણ એક પ્રકારને તપ છે.
આ નવપદની પૂજા, ભક્તિ કરવાથી જીવ શિવપદને ભાગી બની શકે છે.
નિગોદથી મોક્ષ જતાં સુધી શ્રી અરિહંત પરમાત્મા છવના ઉપકારી છે. શ્રી અરિહંત પરમાત્માના ધર્મોપદેશથી પ્રેરાઈને ચારિત્ર અંગીકાર કરીને, સર્વ કર્મો ખપાવીને મેક્ષે સિધાવતા આત્મા, જીવને નિગોદમાંથી ઊંચે આવવાને જે અવકાશ બક્ષે છે તે પણ શ્રી અરિહંતના ધર્મોપદેશના કારણે હોય છે, અર્થાત્ શ્રી અરિહંત પરમાત્મા ત્રણ જગતના બધા જીવોના પરમ તારક છે.
શ્રી નવપદના ધ્યાનથી પુણ્ય બંધાય છે, પાપ કપાય છે.
નવપદ આત્મામાં સ્થાપવા તેમજ આત્માને નવપદમાં સ્થાપવા તે દેવદુર્લભ માનવજીવનને શ્રેષ્ઠતમ આદર છે.
શાસન પ્રભાવક મહોત્સવમાં ભાગ્યશાળીએ એક અવાજે “જેન જયતિ શાસનમ' સૂત્રને ઉચ્ચાર કરતા હોય છે.
આ સૂત્રનું રહસ્ય એ છે કે, જૈન શાસનને વિજય એટલે પરોપકાર ધર્મને વિજય, આત્મધર્મને વિજય, પરોપકારવ્યસની શ્રી અરિહંત પરમાત્માને વિજય.
શ્રી અરિહંત એટલે પરમ પરોપકારી પુરુષોત્તમ. પરોપકાર કરવા માટે પુણ્ય જોઈએ. પુણ્ય માટે અન્ન-વસ્ત્રાદિનાં દાન જરૂરી છે. દાન ન કરે તે નાદાન.