________________
૩૫
આત્મ-ઉત્થાનને પાયે - ઉપરોક્ત પુણ્યાનુબંધી નવ પુણ્ય વડે અઢાર પાપો ક્ષય થાય છે, અરિહંતાદિ નવે પદનાં આરાધક બનાય છે અને પરંપરાએ સિદ્ધપદની પ્રાપ્તિ થાય છે.
આ વાતને સાપેક્ષ દષ્ટિકોણથી આપણે વિચાર આવ્યા. જેના શાસનમાં અનેક ન અને અપેક્ષાઓ વિદ્યમાન છે. એમાંના કેઈ નયને અનુલક્ષીને કરાયેલી આ વિચારણાને સમજી તદનુસાર જીવન જીવવા પ્રયત્નશીલ બનવું, એ જ માનવ-જન્મ પામ્યાનું ઉત્તમ ફળ છે. સો કેઈ તે માટે ઉજમાળ બને, એ જ એક પુણ્યાભિલાષા !
નવપુષ્યની ઉત્પત્તિ-નવપદ ૯ પ્રકારના પુણ્યથી ૯ પ્રકારની વસ્તુની પ્રાપ્તિ થાય છે. એક પણ વસ્તુ ન મળે તો જીવન દુષ્કર બની જાય. તે નવ વસ્તુઓમાં અન, જળ, વસ્ત્ર, આસન આદિને સમાવેશ થાય છે.
આપ્યા સિવાય મળે નહિ, વાવ્યા વિના ઉગે નહિ, એ નિયમ છે.
મળે તેનું મૂલ્ય ન આંકવું, દુરુપયોગ કરો અને જે નથી મળ્યું તેને વ્યર્થ વલેપાત કરે તે પણ અજ્ઞાન છે.
પણ વિચારશે કે, મન અને વચન જે ન જ મળ્યાં હોય તે કેવી દુર્દશા થાત ? આ અણુમેલ પદાર્થોને યથાસ્થાને નહિ પ્રજાય તે, ફરીથી તેને અભાવ આવીને ઊભે જ રહેશે.
વસ્તુના ભગવટામાં ૯ પુણ્યને ભૂલી જવાય, તે પુનઃ વિકાસ રૂંધાઈ જાય અને ૯ પુણ્યની ઉત્પત્તિ નવપદની આરાધના સિવાય શકય નથી.
નવપદમાં પહેલા શ્રી અરિહંત પરમાત્મા છે.
૧. શ્રી અરિહંત પરમાત્મા એટલે વિશ્વોપકારી, વિશ્વવત્સલ, પરાર્થવ્યસની પર માત્મા, પુત્પાદક ગુણના દરિયા, કૃપાસિંધુ–આવા અસીમ ઉપકારી શ્રી અરિહંતદેવને ભૂલી જઈએ, ભાવથી ન ભજીએ તે ભવવનમાં ભૂંડા હાલે ભટકવું પડે.
૨. બીજ પદે શ્રી સિદ્ધ પરમાત્મા પૂર્ણ ગુણ અને પૂર્ણ સુખના સ્વામી છે. અવ્યાબાધ, શાશ્વત સુખના માલિક છે તેમના પરમ વિશુદ્ધ આત્માના એક-એક પ્રદેશમાં અનંત સુખ રહેલું છે.
૩. નવપદમાં ત્રીજા પદે રહેલા આચાર્યદેવ, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર–એ પંચાચારના ભંડાર છે. આ પાંચ આચાર, કેવળજ્ઞાન, ક્ષાયિક-સમ્યક્ત્વ, ચારિત્ર, વીર્ય આદિ આપે છે.