SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ અઢાર પાપા અને નવધા પુણ્ય કલહ-કકાસ અને વેર-ઝેર ઉત્પન કરાવે છે. મનપુણ્ય દ્વારા સર્વ જીવાનુ` હિતચિંતન થતું હાવાથી દ્વેષભાવ નષ્ટ થઈ જાય છે. કલહના મૂળ રૂપ દ્વેષબુદ્ધિ નષ્ટ થઈ જતાં કાઈ જીવ સાથે કલહ-કંકાસ કરવાના પ્રસંગ બનતા નથી. આમ મનપુણ્ય દ્વારા દ્વેષ અને લહુ રૂપ એ પાપસ્થાનકાની શુદ્ધિ અને તે પાપ કરવાની વૃત્તિના ક્ષય થાય છે. ૩૪૭ ૭. વચનપુણ્ય ખીજાનું હિત થાય એવી વાણી એલવી કે બીજાનાં સત્કાર્ય-સદ્દગુણની પ્રશંસા કરવી તે વચન પુણ્ય છે. તેનાથી ખરાબ વચન રૂપ અભ્યાખ્યાન અને મૈથુન્ય, આ બન્ને પાપાની શુદ્ધિ અને તે પાપ કરવાની વૃત્તિના ક્ષય થાય છે. કાઈને અછતાં ( ખેાટાં ) કલંક દેવા, તે અભ્યાખ્યાન પાપ છે અને દ્વેષબુદ્ધિથી એકબીજાની સાચી-જુઠ્ઠી વાતા એકબીજાને કરવી, તે વૈશુન્યપાપ છે. વચનપુણ્યથી આ બન્ને પ્રકારનાં પાપ સરળતાથી જાય છે. ૮. કાયાપુણ્ય કાયાથી અન્ય વ્યક્તિની સેવા-વૈયાવચાદિ કરવા કે ખીજાનાં શુભકાર્યમાં સહાયક થવુ', એ કાયાપુણ્ય છે. કાયાપુણ્યના સેવનથી રતિ-મતિ અને પરપરિવાદ, આ બન્ને પાપાની શુદ્ધિ થાય છે અને તે પાપસેવનની બુદ્ધિ નાશ પામે છે. રતિ-અતિના વિશેષ અનુભવમાં કાયિક સુખદુઃખની પ્રધાનતા રહે છે. ખીજાની સેવાભક્તિમાં પેાતાની કાયાના ઉપયાગ કરવાથી રતિ-અરુતિનુ' પાપ ટળે છે, સામાન્ય રીતે આપણાં કષ્ટ કે દુઃખમાં બીજાનું નિમિત્ત પામીને, આપણે જે પરપરવાદ-પરનિંદાનુ પાપ સેવીએ છીએ, તે પણ તિ-અતિના જવાથી ચાલ્યું જાય છે. અને આ પાપના સેવનની વૃત્તિ નાશ પામે છે. ૯. નમસ્કારપુણ્ય નમવા ચાગ્ય પંચપરમેષ્ઠિને નમવું, એ નમસ્કાર પુણ્ય છે. ઉપરાક્ત આઠ પુછ્યાના સેવનથી, જ્યારે ૧૬ પાપાની શુદ્ધિ અને પાપસેવનની વૃત્તિઓના ક્ષય થાય છે, ત્યારે સાચા નમસ્કારભાવ પ્રકટે છે અને તે નમસ્કાર ભાવથી સત્તરમુ` પાપ માયા-મૃષાવાદ (કપટથી અસત્ય વાણી બેલવી તે) અને અઢારમું પાપ મિથ્યાત્વશલ્ય (તત્ત્વમાં અતત્ત્વની અને અતત્ત્વમાં તત્ત્વની બુદ્ધિ) આ બન્ને પાપ પણ ચાલ્યા જાય છે. મિથ્યાત્વની હાજરીમાં જ માયા-મૃષાનું પાપ સેવાય છે, અને મિથ્યાત્વ પણ તેના પ્રતિપક્ષી નમસ્કાર ભાવની ગેરહાજરીમાં જ ફુલ્યું-ફાલ્યું રહે છે. નમસ્કારભાવને સ્પર્શ થતાં જ મિથ્યાત્વ નષ્ટ થઈ જાય છે. આ રીતે નમસ્કાર પુણ્યથી માયા-મૃષાવાદ અને મિથ્યાત્વશલ્ય આ બે પાપસ્થાનકની શુદ્ધિ થાય છે. તેમજ તે પાપસેવનની વૃત્તિ નાશ પામે છે. આ રીતે આપણને પુણ્યથી મળેલી સામગ્રીના ઉપયાગ જેમ જેમ વવેક પૂર્વક નિઃસ્વાર્થ ભાવે, કેવળ સામા જીવને શાતા પહેાંચાડવાના ભાવથી, થાય છે તેમ તેમ
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy