________________
૩૪૨
આમ-ઉત્થાનને પાયે જન્મ, ઉત્તમ કુળ, દૈવી રિદ્ધિસિદ્ધિ અને ભગવાન શ્રી મહાવીરદેવ જેવા પરમ ગુરુને સમાગમ કરાવી આપનાર, અનાસક્ત ભાવની ભેટ કરનાર એક નાનકડું પણ અન્નપુણ્ય અને તેને પરિપુષ્ટ બનાવનાર અનુમોદના એટલે કે મનપુણ્ય કે અજબ ચમત્કાર સજે છે, તે શાલિભદ્ર (જીવ)ના દષ્ટાંત પરથી સમજી શકાય છે.
પુણ્ય–પાપની શુભાશુભતા નમસ્કાર–પુણ્ય
જૈનદર્શન નવતત્વમય છે. આ તમાંનું એક તત્વ પુણ્યતવ છે. એને પ્રભાવ જાણવા-સમજવા જેવું છે. માત્ર પુણ્યદય ઉપર મહાઈ જવા જેવું નથી અને પાપદય માત્ર તિરસ્કારને પાત્ર નથી. પુણ્ય-પાપ આ બંનેને અનુબંધ વિચારીને, એની શુભાશુભતા નક્કી કરી શકાય છે. પુણ્યાનુબંધી પુણ્ય આત્માને પવિત્ર બનાવે છે, ઉંચે ચડાવે છે, અને સુખની સામગ્રી આપે છે. પાપાનુબંધી પા૫ આત્માને મલિન બનાવીને નીચે પાડે છે અને દુઃખ આપે છે.
પુણ્યનું સર્જન પરાર્થ (પોપકાર)માંથી થાય છે. અને પાપ સ્વાર્થમાંથી ઉત્પન્ન થાય છે. પુણ્ય અને પાપ-આ બે ત ઉપર જ સમગ્ર જગતની લીલા રચાયેલી છે મોક્ષની પ્રાપ્તિ અને ભવનું ભ્રમણ પણ પુણ્ય અને પાપવને જ આભારી છે. મોક્ષને હેતુ પુણ્યાનુબંધી પુણ્ય અને સંસારને હેતુ પાપનુબંધી પાપ છે. પુણ્ય અને પાપ, બને પરસ્પર વિરોધી તત્ત્વ હોવા છતાં બન્નેની શક્તિમાં મહદ્ અંતર છે. પાપ કરતાં પુણ્યની શક્તિ મહાન છે. પાપને પડકારવાની અને પરસ્પરના યુદ્ધમાં પાપને જડમૂળથી નષ્ટ કરવાની તાકાત પુણ્યમાં છે.
પુણ્ય પ્રકાશ છે, પાપ અંધકાર છે. પુણ્ય અગ્નિ છે, પાપ ઇંધન છે. અંધકાર કરતા પ્રકાશ અને ઇંધન કરતા અગ્નિ વધુ શક્તિશાળી છે. ગમે તે પ્રગાઢ અંધકાર પણ સૂર્યના એક જ તેજ-કિરણથી ક્ષણવારમાં ભેદાઈ જાય છે. ઢગલાબંધ લાકડાનો જથ્થો પણ કણભર અગ્નિના પ્રભાવે થોડીવારમાં જ બળીને ભસ્મ થઈ જાય છે; એમ +જન્મજન્માંતરના સંચિત અઢળક પાપકર્મો પણ, એક નાનકડા પુણ્યના પ્રભાવે પળવારમાં નષ્ટ થઈ જાય છે. પાપ સંખ્યામાં કે રાશિમાં (પ્રમાણમાં) પુણ્ય કરતા ગમે તેટલા મોટા પ્રમાણમાં હોય, પણ પુણ્યની અચિંત્ય શક્તિ આગળ તેને મહાત થવું જ પડે છે.
“નમસ્કાર' એ નવ પુણેમાંનું એક પુણ્ય છે. તે નમસ્કાર જ્યારે ભાવપૂર્વકને + સ્વયંeત્તર મવસંતતિ ...મહામર સ્તોત્ર | * एसो पंच नमुक्कारो सव्व पावप्पणासणो ।