________________
૨૪૦
આત્મ-ઉત્થાનને પાયે
અનુમોદના-પુણ્ય
અનુમોદના પુણ્ય સ્વરૂપ છે. નાના પણ પુણ્યને પરિપુષ્ટ બનાવનાર અને તેની પરંપરા વધારનાર અનુદના છે. મન, વચન અને કાયા આ ત્રણે વેગ શુભ-વ્યાપારવાળા હોય છે ત્યારે પુણ્યસ્વરૂપ જ હોય છે અને તે પ્રત્યેક યુગના શુભ કરણ-કરાવણ અને અનુમોદન પણ પુણ્ય સ્વરૂપ જ છે. આ ત્રણેની કાર્યક્ષમતા (ફળદાનની શક્તિ) સમાન હોવા છતાં અનુમંદનાનું મહત્ત્વ અને મહાભ્ય અધિક છે. તેનું કારણ એ જ છે કેઅનુમોદના મનનું કાર્ય હેવાથી તેનું ક્ષેત્ર વ્યાપક છે. કરણ અને કરાવણ એ તન અને વચનનું કાર્ય હોવાથી તેનું ક્ષેત્ર સીમિત છે. જયારે અનુમોદના એ મુખ્યત્વે મનનું કાર્ય હોવાથી તેના દ્વારા ત્રણે કાળ અને ત્રણે લેકના સર્વ ઉત્તમ જીવેના સર્વ સદ્ધર્મ કર્મની અનુમોદના કરી શકાય છે.
કઈ પણ કાર્ય જાતે કરવામાં મુખ્યત્વે કાયાને, બીજા પાસે કરાવવામાં મુખ્યત્વે વચનને અને બીજાના કાર્યને જોઈ-જાણીને હર્ષ–આનંદ અનુભવવામાં મુખ્યત્વે મનને ફાળો હોય છે
સંગ અને શક્તિના અભાવે કદાચ કઈ જીવ શુભ પ્રવૃત્તિ સ્વયં ન કરી શકે, કરાવી પણ ન શકે, પરંતુ જે કઈ આત્મા એ પુણ્યકાર્ય કરતા હોય કે કરાવતા હેયતેની સાચા દિલથી અનુમોદના કરીને પણ એ પુણ્યકાર્ય કરવા-કરાવવા બરાબર જ ફળ મેળવી શકાય છે. કરણ-કરાવણ અને અનમેદન
જ્ઞાની પુરુષોએ કરણ, કરાવવું અને અનુમોદનાનું એક સરખું ફળ બતાવ્યું છે, તેનું કારણ એ જ છે કે, ત્રણે પરસ્પર સંબંધિત છે. કરણમાં કરાવણ અને અનુમોદનાને, કરાવણમાં કરવું અને અનુમોદનાને તેમજ અનુમોદનામાં કરણ અને કરાવણને ભાવ જીવંત હોય, તે જ એ ત્રણે વાસ્તવિક રીતે કાર્યસાધક અને ફળદાયક બને છે, આ ત્રણેનું સ્વરૂપ નીચે મુજબ છે.
૧. કરણ -કઈ પણ શુભ કાર્ય કરવામાં એ કાર્યના ઉપદેશક શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞા પાલનને અભાવ હેવાથી, તેમની આજ્ઞાનું બહુમાન એટલે કે અનુમોદન થાય છે. તેમજ શુભકાર્ય કરવાને સુઅવસર પિતાને મળ્યા બદલ દેવગુરુની કૃપાને ઉપકાર માની પિતાને સદ્દભાગી સમજે છે.
અને કરેલા સુકૃતની વારંવાર અનુમોદના કરે છે, તથા બીજા પણ પુણ્યશાળી જે તે શુભકાર્યને જઈ પોતે પણ તે કરવાની પ્રેરણા મેળવે છે અર્થાત્ સ્વયં પણ અન્ય છાને શુભકાર્યમાં પ્રેરક (સહાયક) બને છે. અને સર્વ કેઈને સકાર્યોની અનુદના પણ પુણ્યકાર્ય કરનાર પુણ્યાત્માના અંતરમાં રમતી જ હોય છે.