________________
પુણ્ય-પ્રદાતા ત્રણ યોગો
૩૩૯ મન-વચન અને કાયાની શુભ પ્રવૃત્તિ અનિવાર્ય છે. શુભ ગથી જ અશુદ્ધ ઉપગોનો પરિહાર શુદ્ધ ઉપયોગોને આવિષ્કાર થાય છે.
નવ પુણ્યમાં પરહિતકારી પ્રવૃત્તિમાં પ્રવૃત્ત-શુભ મન, વચન અને કાયાને, પુણ્ય સ્વરૂપ જ કહ્યા છે. પુણ્ય સ્વરૂપ એટલે જે પવિત્ર કરે તે પુણ્ય છે. ત્રણે યોગની શુભ પ્રવૃત્તિથી જ આત્માને ઉપગ શુદ્ધ બને છે. માટે શુભ કાયાદિ વેગે અને તેને શુભ રૂ૫ બનાવનારા સર્વજ્ઞ કથિત તપ-જ૫ આવશ્યકશિ અનુષ્ઠાને પણ પુણ્ય સ્વરૂપ હોવાથી, પરમ આદરણીય અને ઉપાદેય છે.
પુણ્ય શુભભાવ સ્વરુપ હેવાથી શુદ્ધભાવની સન્મુખ છે. તેથી તેને સ્વભાવ પણ કહી શકાય. જ્યારે પાપ અશુભ–ભાવસ્વરૂપ હોવાથી આત્માના શુદ્ધ સ્વભાવથી તદ્દન વિમુખ છે, માટે તે વિભાવ છે, આ વિભાવમાંથી સ્વભાવ તરફ લઈ જતે જ્ઞાન અને ક્રિયાને સુમેળ પુણ્યના પ્રભાવથી થાય છે.
પુણ્ય-પ્રદાતા ત્રણ ચોગ જ્ઞાન-ક્રિયાક્યાં મેક્ષા
જ્ઞાન વિનાની ક્રિયા કે, ક્રિયા વિનાનું જ્ઞાન પિતાનું પૂર્ણ ફળ આપવા સમર્થ નથી બનતા. આ બંને જ્યાં સુધી એકલા (એકાંગી) હોય છે, ત્યાં સુધી તે મેક્ષસાધક બની શકતા નથી. મેક્ષની પ્રાપ્તિ જ્ઞાન અને ક્રિયા આ બંનેના સુમેળથી જ થાય છે. મોક્ષપ્રાપ્તિમાં જ્ઞાન સાથે ક્રિયાની આવશયકતા જ પુણ્યની આવશયકતાને સાબિત કરે છે.
ક્રિયા વિનાનું જ્ઞાન કે જ્ઞાન વિનાની ક્રિયા નિષ્ફળ છે. તેને અર્થ એજ કે, વ્યવહારની પ્રવૃત્તિ વિનાને નિશ્ચય અને નિશ્ચયના લક્ષ વિનાની વ્યવહાર-પ્રવૃત્તિ એ નિષ્ફળ છે. ક્રિયા મુખ્ય પણે વ્યવહાર સ્વરૂપ છે. માટે એ એક્ષપ્રાપ્તિનું એક અગત્યનું અંગ છે. કેઈ પણ ક્રિયામાં મુખ્યત્વે કાયા અને ગૌણ રૂપે મન-વચનને જ પ્રગ હોય છે. મન, વચન અને કાયાના વ્યાપાર વિના કેઈ પણ ક્રિયા થઈ શકતી નથી. પુણ્યના નવ પ્રકારમાં શુભ મન, વચન અને કાયા આ ત્રણેને સમાવેશ છે. એટલે આ ત્રણે યે સ્વયં પુણ્ય સ્વરૂપ છે. અને પુણ્યના હેતુ પણ છે. માટે પ્રભુ-પૂજ, પચ્ચફખાણ, સામાયિક આદિ સર્વ શુભ ક્રિયાઓ પુણ્ય સ્વરૂપ હોવાથી પરમ આદરણીય છે. પુણ્યબંધક શુભ ક્રિયાઓની ઉપેક્ષા કરવાથી મોક્ષની જ ઉપેક્ષા થાય છે.
અર્થાત્ ભવભ્રમણની જ પરંપરા સર્જાય છે, એથી મોક્ષાભિલાષી આત્માઓએ પુણ્ય-કાર્યોમાં કે, શુભ-ક્રિયાઓમાં જરા પણ પ્રમાદ ન સેવ જોઈએ.