________________
આત્મ ઉત્થાનને પાયા જળ, વજ્ર અને મકાન આદિ આપણને જેટલા જરૂરી છે, તેટલા જ ખીજા જીવાને પણ જીવન જીવવા માટે જરૂરી છે. તેા જેની પાસે તે નથી તેને શક્તિ મુજબ કંઈક આપવું એ આપણુ કર્તવ્ય છે; આવા પરોપકાર ભાવથી પ્રેરાઇને બીજાને પેાતાનું સારૂ' આપવું એ દાન છે, અને તે જ પુણ્ય છે. જિનાગમેામાં પુણ્યના જે નવ પ્રકાર બતાવ્યા છે, તેમાં સર્વ પ્રકારના દાનેાને સમાવેશ થઈ જાય છે. પ્રત્યેક પ્રકારનું દાન એ પરોપકાર ભાવપ્રેરિત હાવાથી પુણ્ય સ્વરૂપ જ છે. દાનની વૃત્તિ કે પ્રવૃત્તિના હેતુ અને તેનુ' ફળ પુણ્ય છે.
૩૪૪
નવધા પુણ્ય
માત્માની વિકાસયાત્રાના પ્રારંભ અને પૂર્ણાહુતિ પુણ્યથી થાય છે. પુણ્યની ટોચે પહેાંચવા માટે પણ નવે પ્રકારના પુણ્યના આદર અને પુણ્યનું પાલન કરવું જરૂરી છે. પાપની અશુદ્ધિ ટાળવા ભાવની શુદ્ધિ મેળવવા પુણ્ય જરૂરી છે.
નવ પુણ્ય અત્યંત વ્યાપક છે. તેમાં સર્વ પ્રકારના લૌકિક અને લેાકેાત્તર પુણ્યના અંતર્ભાવ થઈ જાય છે. નમ્રતા અર્થાત્ વિનય એ જ ધર્મનું મૂળ છે. તે આત્મવિકાસના પાયા છે. નમસ્કાર વિનય સ્વરૂપ છે. માટે નમસ્કાર પુણ્ય-એ સર્વ લેાકેાત્તર-પુણ્યના સંગ્રહ છે. અર્થાત આ નવે પ્રકારનું પુણ્ય જ લૌકિક અને લેાકેાત્તર છે.-એ પુણ્ય પાત્રને અનુસારે લૌકિક અને લેાકેાત્તરપણાનું સ્વરૂપ ધારણ કરે છે. જો પાત્ર લૌકિક હાય તા પુણ્ય પણ લૌકિક અને અને લોકોત્તર હાય તા પુણ્ય પણ લેાકેાત્તર બને.
卐
અઢાર પાપે અને નવધા પુણ્ય
નવ પુણ્ય અને અઢાર પાપ
જિનાગમામાં પુણ્યમ'ધના નવ અને પાપબંધના અઢાર પ્રકાર બતાવ્યા છે. તે આ પ્રમાણે છે, ૧. અન્નપુણ્ય, ૨. જલપુણ્ય, ૩. વજ્રપુણ્ય, ૪. આસનપુણ્ય, ૫ શયનપુણ્ય, ૬. મનપુણ્ય, ૭ વચનપુણ્ય, ૮, કાપુણ્ય, ૯. નમસ્કારપુણ્ય.
અઢાર પાપઃ ૧. હિં’સાપાપ, ૨. અસત્યપાપ, ૩. અદત્તાદાનપાપ, ૪. મૈથુનપાપ, પ. પરિગ્રહપાપ, ૬. ક્રોધપાપ, ૭ માનપાપ, ૮ માયાપાપ, ૯. લાભપાપ, ૧૦. રાગપાપ, ૧૧. દ્વેષપાપ, ૧૨. કલહપાપ, ૧૩. અભ્યાખ્યાનપાપ, ૧૪ વૈશુન્યપાપ, ૧૫. રતિઅતિપાપ, ૧૬. પરપિરવાદપાપ, ૧૭. માયામૃષાવાદપાપ, ૧૮. મિથ્યાત્વશલ્યપાપ.
ઉપરોક્ત નવ પ્રકારના પુણ્યમાં સામાન્ય રીતે સર્વ પ્રકારના પુણ્યના અને અઢાર પ્રકારના પાપમાં સર્વ પ્રકારના પાપાને સમાવેશ થઈ જાય છે. સંખ્યામાં પુણ્ય કરતાં પાપની સખ્યા બમણી છે, છતાં શક્તિમાં પાપ કરતાં પુણ્ય વધુ પ્રખળ છે.