________________
૩૪૩
પુણ્ય-પાપની શુભાશુભતા બને છે, ત્યારે નમવા ગ્ય એ પરમેષ્ટિઓને કરેલે એક પણ નમસ્કાર એ નમસ્કાર કરનારને સર્વ પાપકર્મોથી મુક્ત બનાવી, તક્ષણ શિવપદ પ્રાપ્ત કરાવી આપે છે. દાન, પુણ્ય અને ધમની એકરૂપતા
દાન, પુણ્ય અને ધર્મ, આ ત્રણે શબ્દો એક જ અર્થના વાચક અને એક જ કાર્યના સાધક છે, અંતિમ ફળ મેક્ષ છે અને તે પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મેક્ષના સાધન અને અનુકુળ ઉત્તમોત્તમ સામગ્રી-ભૂમિકા આદિ મેળવી આપવી–એ જ આ ત્રણેનું કાર્ય છે એટલું જ નહિ, મેક્ષના સાધનરૂપ આ ત્રણેના સાધન તથા હેતુ પણ એક જ છે, અને તે પોપકાર જ છે એટલે કે-દાન પુણ્ય અને ધર્મ પરોપકારથી જ થાય છે. અભયદાન, વિષય-વૈરાગ્ય, દેવ-ગુરુની પૂજા, વિશુદ્ધ શીલવૃત્તિ એટલે કેદયા, દાન, સદાચાર અને પરપીડા-પરિહાર, પરાનુગ્રહ, પોપકાર અને સ્વચિત્તનું દમન, સંયમ-પાલન વગેરે પુણ્યની અભિવૃદ્ધિ કરનારા હેવાથી “પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય
ઉપરોક્ત પુણ્ય સ્વરૂપ દયા, દાન, પરોપકાર આદિના સેવનથી આત્માના પરિશ્રામ એટલે કે ભાવ-નિર્મળ બને છે. તેથી અશુભકર્મોને બંધ અટકે છે અને પૂર્વ સંચિત કર્મોની નિર્જરા થાય માટે તેને ભાવધર્મ કહેવાય છે.
આ રીતે ધર્મના ચાર પ્રકારમાં–દાન, શીલ અને તપ-એ પુણ્યાનુબંધી પુણ્યની પરંપરા સજીને ક્રમે ક્રમે વિશુદ્ધ ભાવધર્મને ઉત્પન્ન કરે છે. તેથી પુણ્યમાં ધર્મના ચારે પ્રકારોને પણ સમાવેશ થાય છે,
તીર્થંકર પરમાત્માએ ઉપદેશેલા ચાર પ્રકારના ધર્મમાં પ્રથમ સ્થાન, દાનને જ આપવામાં આવ્યું છે. ધર્મની શરૂઆત દાનથી જ થાય છે. દુનિયામાં બળવાન, ધનવાન અને વક્તા (પંડિત માણસે) મળવા સુલભ છે. પણ દાતા, પરોપકારની ઉઢાર વૃત્તિવાળા સજજન પુરુષે મળવા બહુ જ દુર્લભ છે. દાનને અર્થ છે-આપવું. પોતાની પાસે જે કાંઈ સારું છે. હિતકર છે પોતાને જે કાંઈ સારું અને હિતકર મળ્યું છે, તે બીજાને આપવું એનું નામ દાન છે.
આપણને જીવવું ગમે છે, નિર્ભયતા અને સન્માન ગમે છે, તે બીજાને પણ જીવન–અભય અને સન્માન આપવા જોઈએ. જીવન નિર્વાહ અને પ્રાણરક્ષા માટે અન્ન, *दया भूतेषु वैराग्य, विधिवत् गुरुपूजनं । विशुद्धा शीलवृत्तिश्च, पुण्यं पुण्यानुबन्ध्यदः ।।
-श्री अष्टक प्रकरण परोपकारनिरतः परानुग्रह एव च । स्वचित्त दमनं चैव पुण्यं पुण्यानुबन्ध्यदः ॥
xधर्मस्यादि पदं दानं, दान-दारिद्रय नाशनम् । जनप्रियकरं दानं, दानं कीर्त्यादिवर्धनम् ।।