________________
૩ ૩૨
આત્મ ઉત્થાનનો પાયો
અનીતિ, ચેરી આદિ પાપકર્મ કરનાર હૃદયમાં તત્કાળ અશાતિને પામે છે, જ્યારે ન્યાયસંપન્ન, સદાચારનિક પુરુષ નિરંતર હદયમાં સ્વસ્થતાના સુખને ધારણ કરે છે.
આ ઉપરથી એ ફલિત થાય છે કે આ જન્મમાં કે જન્માંતરમાં સુખી થવા ઈચ્છનારે, અકાર્યોને સર્વથા ત્યાગ કરી, જેટલું અધિક બને તેટલું સત્કાર્યમય જીવન જીવવા પ્રયત્ન કરવો જોઈએ. આમ થાય તે જ કર્મને કે કાર્ય–કારણભાવને ત્રિકાલાબાધિત નિયમ પોતે જાયે, માન્ય છે, સમજે છે, તે યથાર્થ ગણી શકાય.
ઉત્તમ ફળનું બીજ ઉત્તમ જોઈએ, અધમ ન ચાલે. કુકર્મનું ફળ કાળાંતરે પણ સારું ન આવે. કર્મના આ અબાધિત નિયમનો ભંગ કરનાર, જીવનમાં દુઃખી થાય છે. આ નિયમના પાલનમાં જ જીવનની આંતર-બાહ્ય શક્તિ અને ઉન્નતિને આધાર છે. સાચો સ્વામી પુણ્ય-કમ
પિતાનું ઘર, શરીર, સ્વજન કે ધન એ તત્વતઃ પિતાનું નથી, પણ પુણ્યકર્મનું છે. તે બધાનું તારિવક–માલિક પુણ્ય-કર્મ છે. અને પુણ્યકર્મના માલિક તીર્થંકર પરમાત્મા છે. પુણ્ય ઉપાર્જન કરવાને કઈ પણ પ્રકાર તીર્થંકર નામ કર્મરૂપી પરમ પુણ્ય પ્રકૃતિના વિપાકેદયથી સ્થપાયેલા ધર્મ તીર્થના પ્રભાવે જ પ્રાપ્ત થાય છે. તેથી પુણ્ય માત્રના માલિક તીર્થના સ્થાપક તીર્થંકર ભગવાન છે, કેમ કે તીર્થકર નામ કર્મની પુણ્ય પ્રકૃતિને વિપાકેદય ભેગવનાર તેઓ જ છે. તેમની એકનિષ્ઠાપૂર્વક સેવા કરવામાં આવે તે જ જીવને પિતાનું સાચું ઘર (મેક્ષ), સાચું શરીર (આત્મા), સાચું ધન (કેવળજ્ઞાન) અને સાચા સ્વજન (તેમના માર્ગે ચાલનાર ચતુર્વિધ શ્રી સંઘ) ની પ્રાપ્તિ થાય છે. સંઘનો પરિવાર તીર્થકરનું તીર્થ છે. તેની રક્ષા માટે, વૃદ્ધિ માટે જે કાંઈ પ્રયત્ન થાય છે, તેનાથી પોતાના ધન, દેહ વગેરેની રક્ષા થાય છે. તેથી તેની સેવામાં જ પોતાની સાચી રહ્યા છે.
પુણ્યની પરમાવશ્યકતા ધર્મનાં બે સ્વરૂપ
દરેક ચીજને બે બાજુ હોય છે, તેમ ધર્મનાં પણ બે સ્વરૂપ છે. મેક્ષ–સાધક જીવને પ્રત્યેક ધર્મ-અનુષ્ઠાન દ્વારા એક બાજુ નિર્જર અને સંવર થાય છે. એટલે કે બાંધેલા જૂના અશુભ કર્મોને અંશતઃ ક્ષય અને બંધાતા અશુભ કર્મોને નિરોધ થાય છે. તેમજ બીજી બાજુ શુભ કર્મોને આશ્રવ થાય છે. અર્થાત્ શુભ આશ્રવ વખતે અશુભકર્મોને સંવર અને પૂર્વોપાર્જિત પાપકર્મોની નિર્જરા પણ થાય છે. માટે પુણ્યાનુબંધી પુણ્યને સંવર અને નિર્જ સવરૂપ કહી શકાય.
શુભ-કર્મોને આશ્રવ કહે કે પુણ્યને બંધ કહે-આ બંને એક જ વાત છે.