________________
૩૩૧
કર્મને અબાધિત નિયમ
જગતમાં કેટલાક મનુષ્યને વિના પરિશ્રમે સુખ-સંપત્તિ મળે છે, જ્યારે કેટલાકને અથાગ પરિશ્રમ કરતાં પણ પેટપૂરતું અન્ન મળતું નથી. કેટલાક જન્મથી જ અજ્ઞાન છે અને કેટલાક જન્મથી જ તીક્ષણ બુદ્ધિના માલિક થાય છે. કેટલાક રોગી, અપંગ અને નિર્બળ હોય છે, તે કેટલાક નિરગી, બળવાન અને પાંચે ઈન્દ્રિય વડે સર્વાગ સંપૂર્ણ હોય છે. અમુક જ જન્મતાં જ આયુષ્ય પૂર્ણ કરી પરલેકના પંથે પ્રયાણ કરી જાય છે. જ્યારે બીજાઓ દીર્ઘકાળના આયુષ્યને આંચ વગર ભેગવે છે. કેટલાક ઉદાર હૃદયવાળા દેખવામાં આવે છે, તે કેટલાક ક્ષુદ્ર હૈયાવાળા પણ દેખવામાં આવે છે. આ તે મનુષ્યજાતિમાં જ પરસ્પર ભેદ થયે.
તિર્યંચ જાતિનાં જીવોમાં પણ એ જ ભેદ જોવામાં આવે છે. રાજદરબારમાં ઊછરતા ઘોડાઓ શરીરે હુષ્ટ–પુષ્ટ દેખાય છે. તેમને સુંદર સામગ્રીવાળું ખાવાનું મળે છે તથા તેમની પૂરતી કાળજી પણ ૨ખાય છે, જ્યારે બીજા અનેક ઘેડાઓને એના માલિકે તરફથી પેટપૂરતું ખાવા પણ નથી મળતું. ઉપરથી એને માલિક માર મારીને તથા રિબાવીને ગજા ઉપરાંત કામ કરાવે છે.
બીજી પણ અનેક વિચિત્રતાઓ જગતમાં પ્રત્યક્ષ દેખાય છે. જેમ કે કે જીવ એકેન્દ્રિયમાં, કેઈ બેઈન્દ્રિયમાં, કોઈ તેઈન્દ્રિયમાં, કોઈ ચઉરિન્દ્રિયમાં, કઈ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. તેમાં પ્રત્યેક જીવને ભિન્ન-ભિન્ન અંગે પ્રાપ્ત થાય છે. આ રીતે જગતમાં તમામ જીવોને જન્મતાં જ સગો મળે છે તથા પાછળથી જે કાંઈ સંગે ઉપસ્થિત થાય છે. તેમાં જરૂર કાંઈક કારણ તેવું જ જોઈએ, કેમ કે કારણ વિના કાર્ય હાય જ નહિ.
જન્મતાંની સાથે જ મળતા સંગમાં જીવને વર્તમાન પુરુષાર્થ તે કારણ હોઈ શકે જ નહિ માટે જરૂર ત્યાં અન્ય કારણ હોવું જોઈએ, તેનું જ નામ કર્મ છે. પાછળથી ઉપસ્થિત થતાં સુખ-દુઃખના સોગમાં પણ કેવળ આ ભવને પુરુષાર્થ નથી. તે પુરુષાર્થ તે નિમિત્ત માત્ર છે. મુખ્ય કારણ એ છે, તેને જ્ઞાનીઓ કર્મ કહે છે. કમના પ્રકાર
આ કમ બે પ્રકારનું છે, સારી સામગ્રીને સંગ જેનાથી મળે છે, તેનું નામ પુણ્ય કર્મ! માઠી સામગ્રીને સંગ જેનાથી મળે છે, તેનું નામ પાપકર્મ!
સત્કાર્ય આચરનારો પિતાના આત્મામાં પુણ્યરૂપી બીજ વાવી કાળાંતરે સુંદર ફળ ભોગવે છે. જ્યારે અકાર્ય કરનાર પાપરૂપ બીજ વાવી વિપરીત ફળને પામે છે.
આત્મદ્રવ્ય માટે તે બીજે એ નિયમ પણ છે કે-જેવું કાર્ય કરે, તેવું ફળ કાળાંતરે પામે અથવા તત્કાળ પણ પામે!