________________
પુની પરમાવશ્યક્તા
૩૩૩
જયાં સુધી મન, વચન અને કાયારૂપ વેગનો વ્યાપાર ચાલુ છે, ત્યાં સુધી કર્મબંધ અનિવાર્ય છે. એ રોગને વ્યાપાર અશુભ પાપકર્મોને અને શુભ હોય તે શુભ કર્મોને આશ્રવ અવશ્ય થાય છે. તેરમા સગી ગુણ-સ્થાનક સુધી યોગોને વ્યાપાર ચાલુ હોય છે. એટલે ત્યાં સુધી સંવર અને નિર્જરાની સાથે પુણ્યાશ્રવ પણ અવશ્ય હોય છે.
પ્રભુદર્શન, પૂજન, વ્રત પચ્ચકખાણ કે આવશ્યકાદિ અનુષ્ઠાનેથી શુભ-ભાવ અને પુણ્યબંધ થતું હોવાથી, તે આત્મા માટે બંધનરૂપ છે, એમ માની જે તેની ઉપેક્ષા કરવામાં આવે કે અનુપાદેયતા બતાવવામાં આવે, તે જીવને મોક્ષ-સાધના જ અશક્ય બની જાય! પછી સચ્ચિદાનંદ સ્વરૂપની કે મેક્ષપ્રાપ્તિની તે માત્ર વાતો જ કરવાની રહે છે.
પુણ્યબંધ કરાવનારી ફિયાઓને ધર્મ માનવામાં ન આવે, તે ચાદમાં ગુણસ્થાનક સિવાય બીજા કોઈ ગુણઠાણે ધર્મ ઘટી શકે નહિ. અને ૧૪ મા ગુણસ્થાનકની ઉચ્ચ કક્ષા પ્રથમ ૧૩ ગુણસ્થાનકની સ્પર્શના-પ્રાપ્તિ વિના કેમ પ્રાપ્ત થઈ શકે? આ માન્યતા મુજબ તો મોક્ષ અસંભવ બની જાય. કેમ કે મોક્ષના એક અંગરૂપ વ્યવહાર પુયરૂપ ધર્મથી નિરપેક્ષ માની લીધેલી નિશ્ચયલક્ષી માક્ષસાધના જીવને મોક્ષગામી નહિ, પણ દુર્ગતિ–ગામી જ બનાવનાર નીવડે. માટે સંવર અને નિર્જરાની જેમ પુણ્યાનુબંધી પુય પણ ધર્મનું-મોક્ષ સાધવાનું એક અંગ હેવાથી, તેને ઉપાદેય માની, તેનું વધુ ને વધુ આદર-બહુમાનપૂર્વક પાલન–કરવા પ્રયત્નશીલ બનવું જોઈએ. પુણ્યને હેય-ઉપાદેય વિભાગ
સામાન્ય રીતે પુણ્યબંધના બે પ્રકાર છે: એક છે પાપાનુબંધી પુણ્ય અર્થાત્ પુણ્યના ફળની ઈચ્છાથી નિદાનપૂર્વક કરવામાં આવતું પુણ્ય. અને બીજો પ્રકાર છે–પુણ્યાનુબંધી પુણ્યઃ અર્થાત્ નિષ્કામપણે માત્ર સ્વ–પરના ઉપકારના લક્ષથી કરવામાં આવતું પુણય.
આ બંને પ્રકારના પુણ્યમાં પ્રથમ પુણ્ય સર્વથા હેય છે, કારણ કે તેના દ્વારા બાહ્ય સુખસમૃદ્ધિમાં જીવને તીવ્ર રાગ અને આસક્તિ ઉત્પન્ન થાય છે અને તેથી પાપની પર પ સ ય છે. આના પરિણામે ભવભ્રમણ થાય છે. જ્યારે બીજા પ્રકારનું પુણ્યાનુઅંધી પુણ્ય ઉપાદેય છે, કારણ કે તેના દ્વારા મળતી બાહ્ય સુખસામગ્રી જીવને તેમાં આસક્ત નથી બનાવતી, પરંતુ પોતાનું ફળ આપી જીવને સદ્દગુરુ આદિના ઉત્તમ આલંબન પ્રાપ્ત કરાવી, એક્ષ-સાધનામાં સહાયક બની રહે છે, માટે તે ઉપાદેય છે.
આગળ વિચારી ગયા તે પુણ્યબંધના હેતુરૂપ નવ પ્રકારનાં પુણ્ય અને કર્મગ્રંથ વગેરેમાં બતાવેલી પુણ્યની ૪૨ પ્રકૃતિમાંથી તીર્થંકર-નામકર્મ મનુષ્ય-જાતિ, પંચેનિદ્રયજાતિ, આદિ પુણ્ય-પ્રકૃતિઓ તે સર્વથા ઉપાદેય જ છે. કેમ કે તેને વિના પાપનાશક અને મોક્ષસાધક ઉત્તમ સામગ્રી મળી જ શકતી નથી. એ સામગ્રીના અભાવે મોક્ષમાર્ગની સાધના પણ થઈ શકતી નથી અને આ સાધના વિના સિદ્ધિ તે થાય જ શી રીતે?