________________
૩૧૪
આત્મ-ઉત્થાનને પાયે જે રીતે જીવન જીવીએ છીએ, તેમાં ધ્યાતા કે દયેય બેમાંથી એક પણ નથી. માત્ર ધ્યાન છે. ધ્યાતા અને દયેય વિનાના ધ્યાનથી શું ફાયદો થાય!
કે તમને મેટરમાં બેસાડી, શહેરમાં આમતેમ ફેરવી આવે અને જે છાપ પડે, તેના કરતાં પણ વિચિત્ર છાપ સંસારની, કુટુંબ, સમાજ કે જગતના સંબંધેની તમારા પર પડે છે. તેમાંથી તમે મુક્ત થઈ શકતાં નથી, ઊલટું તે જ જીવન છે અને તેમાં જ જીવનને રસ છે, એમ માનીને વર્તે છે.
આ જાતના સંસ્કારો ઝીલવાની સતત પ્રવૃત્તિમાં વિવેક લાવે હૈય, પદ્ધતિ કે નિયમ લાવવા હય, સહેતુકતા કે સાર્થકતા લાવવી હોય, તે એ સંસ્કાર-સંઘાતને કેણ સાથી થાય છે? એ માણસે વારંવાર વિચાર કરવું જોઈએ. માણસે પિતાના જીવનનું મધ્યબિંદુ, કે જેના વડે જીવનમાં કોઈ રસ કે રહસ્ય છે, તેને શોધી કાઢવું જોઈએ.
બધાં પ્રાણીઓ જીવે છે તેમ આપણે જીવીએ છીએ અને બધાં પ્રાણી મરે છે, એમ મરી જઈશું, એ એક રીતે સાચું છે, પણ એમાં જીવન રહસ્ય નથી. જીવન રહસ્ય તે એના મધ્યબિંદુની શેપમાં રહેલું છે.
ધ્યાન અને પ્રાર્થના-એ આ વ્યક્તિગત-જીવનના મધ્યબિંદુની શોધ છે. વ્યક્તિગત– જીવનનું સંકલન કરનાર કેન્દ્ર એ સ્થાપે છે. વ્યક્તિને પિતાના પુલકિત તવ વિશે હંમેશાં જાગૃતિ રહે તે ખાતર પ્રાર્થના અને ધ્યાન છે.
ધ્યાન અને પ્રાર્થના દ્વારા માણસે સ્વમાં સતત સંનિષ્ઠ અને સંનિવિષ્ટ થવું જોઈએ. આત્માને આત્મશે અને આત્મદર્શનને અનુરૂપ બનાવવાનું કાર્ય પણ એથી સધાય છે.
સંસાર યાત્રામાં ઘડીક થંભી જઈ પરિસ્થિતિને આત્મ તત્વની દષ્ટિએ વિમર્શ કરવો જરૂરી છે. આ આત્મા સુથમ છે, પણ નિર્બળ નથી જે સૂથમ છે, તે સ્કૂલની સરખામણીમાં દેખાય છે એછી શક્તિવાળું ! પણ વસ્તુતઃ તેમ હોતું નથી, બલકે વધારે સમર્થ હોય છે. વ્યક્તિના સૂથમ આત્મતવમાં કોઈ ગૂઢ-શક્તિ રહેલી છે. જેને માણસ શેાધી અને વિકસાવી શકે છે અને કામમાં લઈ શકે છે.
પરમ તત્ત્વ તરફ અભિમુખતા કે ઉન્મુખતા થતાં અથવા તેની ભાવના પ્રગટતાં જ પરમ તત્વની શક્તિ જાણે વ્યક્તિમાં સંચરિત થાય છે. કમળ ઉભુખ થાય કે સૂર્યનાં કિરણો તેના દલને ઉપુલ કરે છે. તેમ ઈશ્વર તત્વના વિચાર, સ્મરણ, પ્રાર્થના ધ્યાન, પૂજા કે ઉપાસના આપણને ઈશ્વર-સમુખ બનાવે છે.
પર્વતનું દર્શન સ્થિરતાને ભાવ જન્માવે છે, સાગરનું દર્શન વિશાળતાનું ભાન કરાવે છે, તેમ ઈશ્વરના ધ્યાન દ્વારા ઈશ્વરની વિરાટતા, વીતરાગતા આદિને ખ્યાલ આવે છે.
આપણે નશ્વર-વિનશ્વર છીએ, છતાં આપણામાં અવિનશ્વરતા છુપાયેલી જ છે. એને પ્રગટ કરવાના ઉપાય, આપણને ઈશ્વરના ધ્યાન અને પ્રાર્થના દ્વારા જડી આવે છે.