________________
ઇશ્વરપ્રાર્થના
૩૧૯ પ્રાર્થનીય વસ્તુનું સ્વરૂપ સ્પષ્ટ થયા પછી ઈશ્વર પ્રાર્થનાને અધિકારી પુરુષ કે હેવો જોઈએ, એ વાત આપેઆપ સમજાઈ જાય છે. ઈશ્વરપ્રાથનાને અધિકારી
૧. દુઃખનું કારણ પાપ જ છે, એવી અટલ શ્રદ્ધાવાળો હે જઈએ.
૨. પાપરહિત બનવા માટે ઈશ્વરનું પ્રણિધાન એ જ એક સર્વોત્તમ ઉપાય છે, એવી દઢ પ્રતીતિવાળે હવે જોઈએ.
૩. ઈશ્વરપ્રાર્થનાની પાછળ પાપરહિત બનવા સિવાય બીજી એક ઈચ્છાને ધારણ કરનારે નહિ હોવો જોઈએ.
પ્રાર્થનીય વસ્તુ અને પ્રાર્થનાને અધિકારી એ બે વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજ્યા પછી, ઈશ્વરનું સ્વરૂપ સમજવાની ખાસ અગત્ય રહે છે. ઈશ્વરનું સ્વરૂપ
૧. ઈશ્વર સર્વપાપરહિત લેવા જોઈએ. ૨. ઈશ્વર સર્વજ્ઞ અને સર્વદર્શી હોવા જોઈએ. ૩. ઈશ્વર સર્વ ઉપર સમાન ભાવવાળા હોવા જોઈએ.
જે ઈશ્વર સર્વથા પાપરહિત ન હોય, તે તેના ભક્તને સર્વથા પાપરહિત શી રીતે કરી શકે ? - જે ઈશ્વર સર્વજ્ઞ, સર્વદર્શી ન હોય, તે પ્રાર્થના કરનારની પ્રાર્થનાને જાણી કેવી રીતે શકે? જે ઈશ્વર, સર્વે ઉપ૨ સમાન ભાવવાળા ન હોય, તે ઈશ્વર સવને માન્ય કેવી રીતે થઈ શકે ? યથાર્થ ઈશ્વર-પ્રાથના
વિતરાગ, સર્વજ્ઞ અને સર્વદશ એવા ઈશ્વરની, પાપરહિત બનવાની તીવ્ર અભિલાષાપૂર્વક, પાપને જ દુઃખનું મૂળ માનનારા શ્રદ્ધાળુ આત્મા તરફથી જે પ્રાર્થના થાય છે, તે પરમાર્થ “ઈશ્વરપ્રાર્થના” છે.
બીજી પ્રાર્થના, નામ “ઇશ્વરપ્રાર્થના” ધરાવતી હોવા છતાં, પરમાર્થથી ઈશ્વરપ્રાર્થના તરીકે ટકી શકતી નથી.
વીતરાગ, સર્વજ્ઞ અને સર્વદર્શી એવા ઈશ્વરની પ્રાર્થના તેના પ્રાર્થકને અવશ્ય ફળદાયી થાય છે અને બીજી થતી નથી તેનાં મુખ્ય કારણે નીચે મુજબ છેઃ
વીતરાગ ગુણપ્રકર્ષરૂપ, અચિત્ય શક્તિમાન અને સર્વથા પાપરહિત હોય છે. તેથી • તેમને ઉદ્દેશીને વારંવાર પ્રાર્થના કરવાથી વીતરાગની આરાધના (સન્મુખવૃત્તિ) થાય છે.