________________
૩૨૦
આત્મ-ઉત્થાનને પાયો સન્માર્ગની દઢતા (ઉપકારીની ભક્તિ અને અહંકારને નાશ) થાય છે. કર્તવ્યતાને નિશ્ચય (પાપરહિત બનવું એ જ એક કર્તવ્ય છે એની પાકટતા) થાય છે.
પ્રાર્થના કરનારનાં પાપ દૂર કરવા માટે ઈશ્વરને કાંઈ કરવું પડતું નથી, પણ પ્રાર્થના કરનાર પોતે જ પિતાના પ્રયત્ન વડે પાપને દૂર કરનાર થાય છે. તે પણ પ્રાર્થનાનો વિષય વીતરાગ બને તે જ કાર્ય સિદ્ધ થાય છે. અને એ જ કારણે વીતરાગ જ પાપરહિત બનાવે છે, એમ કાર્ય-કારણના નિયમ અનુસાર ફલિત થાય છે. શ્રી વીતરાગની પ્રાર્થનાનું સુપરિણામ
શ્રી વીતરાગ સિવાય બીજાની પ્રાર્થના પણ જે પાપરહિત બનાવી શક્તી હોય, તે તેવી પ્રાર્થના તે અનાદિ આ સંસારમાં જીવે ઘણા જ પાસે કરી છે; છતાં દુઃખરહિત અને પાપરહિત બની શકાયું નથી. વર્તમાન જન્મમાં પણ પોતે અને બીજા સર્વ
છો તેમ કરે છે, છતાં તેમને દુઃખને કે પાપને અંત આવતું નથી. ઊલટમાં જે જીએ વીતરાગની પ્રાર્થના પૂર્વે કરી છે, તેઓ પાપરહિત બની રહ્યા છે, એ વાત આગમ, અનુમાન અને પ્રત્યક્ષ આદિ પ્રમાણેથી સિદ્ધ છે. એ કારણે–
૧. પ્રાર્થનાને વિષય પાપરહિત બનવાને હવે જોઈએ. ૨. પ્રાર્થના કરનારે પાપરહિત બનવાની ઈચ્છાવાળો હોવો જોઈએ. ૩. પ્રાર્થનીય પુરુષ, સર્વજ્ઞ, સમદર્શી, સર્વથા નિષ્પાપ હોવા જોઈએ.
આ ત્રણ બાબતે જે પ્રાર્થનામાં પરિપૂર્ણ પણે જળવાય છે, તે પ્રાર્થના સત્ય સ્વરૂપમાં “ઈશ્વર પ્રાર્થના” તરીકે ગણવા લાયક છે. એવી ઈશ્વર પ્રાર્થના નિત્ય વિકાળ કરવી જોઈએ અને સંકલેશ સમયે વારંવાર કરવી જોઈએ. એથી પાપનાશ અને ધર્મસિદ્ધિનું કાર્ય સરળ અને શીવ્ર બને છે.
ઉપરોક્ત સ્વરૂપ સિવાયની “ઈશ્વર પ્રાર્થના” એ જે કે સાચી “ઈશ્વર પ્રાર્થનાના અનુકરણરૂપે પ્રચલિત થયેલી હોય છે, પણ તેમાં પ્રાથ્ય, પ્રાર્થનીય અને પ્રાર્થકનું સ્વરૂપ શુદ્ધ ન હોવાથી, તે એકાંતે ફળદાયી નીવડે જ, એ નિશ્ચય કરી શકાતું નથી. પૂર્વ પુણ્યને સહયોગ હોય તે ફળે છે, અન્યથા બાળચેષ્ટારૂપ બને છે.
શ્રી વીતરાગની વીતરાગભાવે, વીતરાગ બનવાની અભિલાષાપૂર્વક જે પ્રાર્થના થાય છે, તે જ પરમાર્થ “ઈશ્વર પ્રાર્થના” છે. અને તેને આદર કરનાર નિશ્ચિતપણે આજે (વર્તમાનમાં) અગર કાલે (ભવિષ્યમાં) પાપરહિત બને છે. અને પાપરહિત બનેલા આત્માને કઈ પણ પ્રકારનું દુઃખ સ્પર્શી શકતું નથી. એટલું જ નહિ પણ સર્વ પ્રકારનાં સુખો તેના ચરણમાં આવીને આળોટે છે.
પાપરહિત બનવાને પોકાર, સર્વથા નિષ્પાપ, સર્વજ્ઞ અને સમદર્શી ઈશ્વર પાસે જ કરાય, બીજે નહિ.