________________
૩૨૪
, આત્મ-હત્યાનો પાયો ભાષાઓ બાંધી છે, તેમ અહીં પણ સમજવું. એકને (અનંત-કેટિ-સિદ્ધસ્થાન) કહેવું અને બીજાને ન કહેવું, એ શાસ્ત્રીય પરિભાષાને અધીન છે. વિદ્વાન પુરુષે તેથી મૂંઝાતા નથી.”
- પૂ. ઉપાધ્યાયજીના આ સમાધાનથી શ્રી શત્રુંજયતીર્થની અનંત કટિ સિદ્ધિસ્થાન તરીકેની પ્રસિદ્ધિ કેટલીક બધી સહેતુક અને પ્રમાણસિદ્ધ છે, તે કોઈ પણ મધ્યસ્થ બુદ્ધિવાળા વિદ્વાન સહેલાઈથી સમજી શકશે.
દ્રવ્યતીર્થોમાં લેકોત્તર દ્રવ્યતીર્થો શ્રેષ્ઠ છે અને તેમાં પણ શ્રી શત્રુંજય તીર્થ સૌથી ચડિયાતું છે, તેનું કારણ અનંત કેટ સિદ્ધોની સ્થાપના છે. બીજે તે નથી બીજે એકબે યા તેથી અધિક અરિહંત કે તીર્થની સ્થાપના છે. એ સ્થાપનાની કેઈ આદિ નથી, તેથી તે તીર્થ અનાદિ અને શાશ્વત છે. | સર્વ તીર્થકર, ગણધરે, કેવળજ્ઞાનીઓ અને મૃતધર મહર્ષિઓએ તે સ્થાપનાને માન્ય રાખી છે અને ઉપદેશી છે તથા તેને અનુસાર આજ પર્યત અનંત આત્માઓ તે તીર્થનાં દર્શન, સ્પર્શનાદિ કરી પાવન થાય છે અને થશે. તેથી શ્રી શત્રુંજયતીર્થને મહિમા બધાં તીર્થોના મહિમા કરતાં અજોડ છે, અદ્વિતીય છે, અનંત છે શ્રદ્ધાળુ આત્માઓ તેના નામસ્મરણથી પણ રોમાંચ અનુભવે છે અને તે તીર્થની ભક્તિ માટે પિતાના તન, મન, ધન સર્વસ્વને સેહલાસ સમર્પણ કરે છે. વિદ્યમાન ચૈત્યો અને તેની વિપુલતા પણ તે વાતની સાક્ષી પૂરે છે.
ભાવના કારણરૂપ દ્રવ્યતીર્થની સ્પર્શના વડે શુભ ભાવ ઉત્પન્ન થાય છે અને તેનાથી ભાવદાહ, ભાવતૃષા અને ભાવપંક નિયમા દૂર થાય છે.
આત્માની અંદર રહેલ ધિરૂપી કષાય એ ભાવદાહ છે, વિષય-વિકાર એ ભાવતૃષા છે અને મોહેય એ ભાવપંક છે.
તીર્થના સેવનથી જીવનના આ ભાવ ટળે છે.
શ્રી શત્રુંજયાદિ મહાતીર્થોનું સેવન, પૂજન, ભાવન વગેરે આ દયેયને લક્ષમાં રાખીને જ્યારે કરવામાં આવે છે, ત્યારે તેના કરનારના તે તે દશે ટળ્યા સિવાય રહેતા નથી પરિણામે આત્મામાં ભાવશાતિ, ભાવસંતોષ અને ભાવનિર્મળતા પ્રગટે છે, જેના પ્રભાવે તે ત્રણે ગુણેને પ્રકષ જ્યાં રહેલો છે, એવા સિદ્ધસ્થાનને ભક્તા જીવ બને છે, નિર્મળ આત્મસ્વરૂપને માલિક થાય છે.
સાગરમાં જેવું જહાજ, તેવું સંસાર સાગરમાં તીર્થ અને તેમાંય શ્રી શત્રુંજય મહાતીર્થની તારકતાની તે વાત જ શી ? સમપિત થનારને તત્કાલ તેને અનુભવ થાય છે. એવા અનુભવ કાજે ભવિ આત્માઓએ કટિબદ્ધ થવું જોઈએ.