________________
અસીમોપકારી શ્રી તીર્થંકર પદ
૩૨૫
અસીમપકારી શ્રી તીર્થંકર પદ શાઓમાં ધર્મનું ઉત્કૃષ્ટ પુણ્ય–ફળ શ્રી તીર્થંકર પદ માનેલું છે. અનેક ભના સુવિશુદ્ધ ધર્માભ્યાસવાળા કઈ વિરલ જીવને જ તે પ્રાપ્ત થાય છે.
શ્રી તીર્થંકર પદની પ્રાપ્તિ ધર્મના સર્વ આરાધકને થતી નથી, પરંતુ તે ધર્મારાધકેમાં પણ કોઈ અસાધારણ ગુણવાળો પુરુષ હોય તેને જ તે થાય છે.
શ્રી તીર્થંકર પદની પ્રાપ્તિને યોગ્ય જીવોના અસાધારણ લક્ષણે વર્ણવતાં એક મહાપુરુષે કહ્યું છે કે
તેઓ સદા-કાળ પરાર્થવ્યસની હોય છે, સ્વાર્થને ગૌણ કરવાવાળા હોય છે, ઉચિત ક્રિયાને જ આચરનારા હોય છે, દીનતા વિનાના હોય છે, સફળ આરંભને સેવનારા હોય છે, અતિશય કે ૫ વિનાના હોય છે, કૃતજ્ઞતા ગુણના સ્વામી હોય છે, અસંકિલષ્ટ ચિત્તવૃત્તિવાળા હોય છે, દેવ-ગુરુ પ્રત્યે બહુમાન ધારણ કરનારા હોય છે અને ચિત્તના ગંભીર આશયવાળા હોય છે.”
શ્રી તીર્થંકરપદ એ સમસ્ત જગતના જીવને હિત કરનારું હોય છે. એનાથી ઊંચું પદ કે સ્થાન આ જગતમાં બીજુ છે જ નહિ.
વપરના પ્રજનને સિદ્ધ કરવા માટે શ્રી તીર્થંકર પર એ જ એક આ ચશચર વિશ્વમાં આધારભૂત સ્થાન છે.
શ્રી તીર્થંકર પદ ત્રણ જગતને સુખાકારી છે. ત્રણ લોકોને સુખ કરવાની સાથે તે શ્રી તીર્થંકરદેવના આત્માને પણ પરમ સુખ અને શાતિના હેતુભૂત છે.
શ્રી તીર્થંકરપદને પ્રાપ્ત કરનાર મહાપુરુષ પોતાના વ્યવન અને જન્માદિ કલ્યાણુક દિવસેએ જેમ નારકી અને સ્થાવરની પીડાને હરે છે, તેમ સ્વર્ગાદિમાં રહેતાં શક્રેન્દ્ર અને ચમરેદ્રાદિ દેવોને પરમ હર્ષ અને સંતોષ પેદા કરે છે.
જન્મકાળથી આરંભીને નિર્વાણ પ્રાપ્તિ સુધી સુરેન્દ્રો, નાગેન્દ્રો, વિદ્યાધરેન્દ્રો અને નરવરેન્દ્રો આદિ સઘળાયે વિશિષ્ટ કોટિના જીવોને શ્રી તીર્થકર દે પરમ અનુગ્રહના કારણભૂત બની જાય છે.
મેરુ શિખર ઉપર નાત્રાભિષેકાદિ પૂજાના પ્રસંગે દ્વારા તેઓ અનેક જીવને ધિબીજ આદિ પરમ ધર્મની પ્રાપ્તિના કારણરૂપ બની જાય છે.
શ્રી તીર્થંકર પરમાત્માને ઉદ્દેશીને ભક્તિથી ભરેલા દેવેન્દ્ર આદિના વંદે વડે શ્રી તીર્થંકર પરમાત્માની જે પૂજા થાય છે, તે પૂજાઓથી પણ બીજા અનેકાનેક ભવ્ય આત્માઓને મોક્ષને અનુકૂળ બીજા પણ અનેક મહાન ઉપકારે થાય છે.
શ્રી તીર્થંકર પદની ઓળખાણ જ અશોક વૃક્ષ આદિ મહાપ્રતિહાર્યોની પૂજાથી થાય છે. પ્રતિહારનું કામ કરે તે પ્રાતિહાર્ય કહેવાય છે.
કલેક પ્રકાશક કેવળ જ્ઞાનની પ્રાપ્તિથી તે નિર્વાણની પ્રાપ્તિ પર્યત છત્ર, ચામર,