________________
૩૨૧
તીર્થભક્તિ-પ્રભુભક્તિ
દુન્યવી પદાર્થોની માગણી માટે “ઈશ્વર” નથી, ઈશ્વર તે અચિત્ય શક્તિના સાગર છે એટલે તેમની પાસે દુન્યવી પદાર્થની તુરછ યાચના કરવી એ ચક્રવર્તી પાસે કાણે પિસે માગવા કરતાં પણ અધિક બદતર કૃત્ય છે.
દુઃખનું કારણ પાપ છે, પાપ નિમૂળ થાય નહિ ત્યાં સુધી દુ:ખ ટકેલું રહે છે.
એટલે ઈશ્વર પ્રાર્થનામાં પ્રાર્થક સર્વથા નિષ્પાપ બનવાની ભાવનાને પૂબ ખૂબ ઘૂંટવી જોઈએ. - “છોડવા જેવા પાપથી હે નાથ! આપ મને છોડાવે, એ મતલબની પ્રાર્થના વડે જેમનાં હૈયાં પ્રકાશિત થાય છે તેમનાં જીવન પણ નિપાપ બનીને અાય સુખની યોગ્યતાવાળા બનવા માંડે છે.
આપણે માગણ નહિ, પ્રાર્થક બનવાનું છે. પ્રાર્થના
પ્રાર્થનાથી પરિસ્થિતિ પલટાય છે? ના.
પ્રાર્થનાથી માનવી પલટાય છે અને પછી તે પરિસ્થિતિને પલટે છે અને તે પ્રભાવ પ્રાર્થ્યના બળને હોય છે.
વિપરીતતાનાં ગમે તેવાં ગાઢ વાદળો વચ્ચે ઘેરાયેલો માનવી જો સાચા હૃદયથી પ્રાર્થના કરે છે તે એ વાદળાં વિખરાયા સિવાય રહેતાં નથી. તેનું કારણ છે પ્રાર્થ્યની અમાપ શક્તિ.
એટલે જે અચિત્ય શક્તિશાળી છે, તે આત્માનું સતત અનુસંધાન રહે તેવી અવસ્થાનું નામ જ પ્રાર્થકનું જીવન છે.
પ્રાર્થનામાં પ્રાર્થવાનું એ જ કે આપ સર્વેસર્વા છે, પૂર્ણ છે, વિશ્વરૂપ છે. એ સત્ય મારું જીવન બનો ! એ સત્યમાં મારી સમગ્ર અસ્મિતા એકાકાર બની જાઓ! મારું સમગ્ર અસ્તિત્વ એગળી જાઓ!
અહંને સર્વથા નામશેષ કરવાની આ આધ્યાત્મિક પ્રક્રિયાનું બીજું નામ પ્રાર્થના છે.
પ્રાર્થના તેને જ કરાય, જે રાગ-દ્વેષ અને મેહથી સર્વથા મુક્ત હોય, પૂર્ણવને પૂરેપૂરું પામ્યા હોય, કાલેક પ્રકાશક જ્ઞાનના સ્વામી હોય અને જીવમાત્રના પરમ આત્મીય હાય.
| તીર્થભકિત-પ્રભુભકિત ટાળે દાહ, તૃષા હરે, ગાળે મમતા-પંક;
તીન ગુન તીરથ લહે, તાકું ભજે નિ:શકે. ઉપરના દુહામાં જે તીર્થનો મહિમા ગાવે છે, તે તીર્થ ભાવનાતીર્થ કહેવાય છે.
દ્રવ્યતીર્થના સેવનથી જેમ દ્રવ્યહાહ, દ્રવ્યતૃષા અને દ્રવ્યપંક દૂર થાય છે. તેમ ભાવતીર્થના સેવનથી ભાવવાહ ભાવતૃષા અને ભાવપંક દૂર થાય છે.
૪૧