________________
૩૧૮
આમ ઉત્થાનને પાયે અર્થ: હે વીતરાગ ભગવંત! આરોગ્ય, ધિલાભ અને શ્રેષ્ઠતમ સમાધિ આપ !”
અહીં “આરોગ્ય' શબ્દથી ભાવ આરોગ્ય (મેક્ષ) ગ્રહણ કરવાનું છે અને બેધિલાભ તેમ જ સમાધિની પ્રાપ્તિ, પાપક્ષયના જ ઉપાયરૂપે યાચવામાં આવી છે.
પ્રાર્થનાસૂત્રમાં શ્રી વીતરાગ પરમાત્મા પાસે બીજી જે આઠ માગણીઓ યાચવામાં આવી છે તે નીચે મુજબ છે:
૧. મનિષેત્રો (ભવનિર્વેદ) ૨. મrgerfસા (તરવાનુંસારિતા) ૩. રૂદ્દસિદ્ધિ (ઈષ્ટફળ-સિદ્ધિ) ૪. સોળવિકારો (લેક-વિરુદ્ધને ત્યાગ) ૫. ગુજળપૂણા (ગુરુજન-પૂજ) ૬. Rચરí (પરાર્થકરણ) ૭. સુદપુરજોજો (શુભગુરુને જોગ) ૮. તન્નચળવળ ગામમવંદા (ગુરુવચનની
આ ભવમાં અખંડ સેવા) ભવનિર્વેદથી, ગુરુવચનની સેવા પર્વતના પદાર્થો પા૫વજનના અનન્ય ઉપાયભૂત હેવાથી જ યાચવામાં આવ્યા છે.
એ રીતે પાપવજનના ઉપાયભૂત જેટલા પદાર્થો છે, તે સર્વની પ્રાર્થના-યાચના ઈશ્વર પાસે વિહિત છે.
ઈશ્વર પ્રાર્થનાને વિષય, જે પાપવર્જન ન રહે તે ઈશ્વરનું મહત્વ જળવાતું નથી.
બાકી દુઃખનું વર્જન તે રાજા, મહારાજા, શેઠ, શાહુકારાદિની સહાયથી પણ થઈ શકે છે.
મહત્ત્વની વાત એ છે કે દુઃખનું વર્જન ક્ષણિક હોય છે. પણ દુઃખનું મૂળ પાપ છે, એ પાપનું વજન ન થાય ત્યાં સુધી અન્યની સહાયથી ક્ષણ વાર માટે દૂર થયેલું દુઃખ ફરી પાછું આવીને ઊભું જ રહે છે.
પિતાના ક્ષણિક લાભ માટે ઇશ્વરને ઉપયોગ કરનારો ઈશ્વરની મહત્તા સ્થાપિત કરતો નથી, પણ પોતાની અઘટિત અને શુદ્ર યાચના વડે ઈશ્વરના દરજજાને હલકે પાડનારે થાય છે
દુન્યવી ઉત્તમ આત્માઓ પાસે પણ શુદ્ર કાર્ય કરવાની યાચના સહસા કેઈ કરી શકતું નથી, તે પરમ પરમેશ્વર પાસે હલકા પ્રકારનાં સ્વાર્થી કાર્યો કરવાની ઈચ્છા અત્યંત કનિક કેટિની કેમ ન બને?
દુઃખનિવારણની યાચના સ્વાર્થપરાયણતાવાળી છે, જ્યારે પાપવર્જનની યાચના પરમાર્થપરાયણતાને સૂચવનારી છે. એ કારણે ઈશ્વરની સહાયથી પાપરહિત બનવાની ઈચ્છા સિવાય બીજી કોઈ પણ ઇચ્છા કરવી એ ઈશ્વરની ભક્તિરૂપ નહિ પણ આશાતના