________________
૩૧૭,
ઈશ્વરપ્રાર્થના
(૧) પ્રાર્થનીય વસ્તુનું સ્વરૂપ. (૨) પ્રાર્થનાનો અધિકારી પુરુષ. (૩) પ્રાર્થે ઈશ્વરનું સ્વરૂપ.
દેશ્ય ઉપાયે અને દશ્ય સાધનથી જે આપત્તિઓનું નિવારણ શકય નથી, તે આપત્તિઓના પ્રતિકાર માટે જ “ઈશ્વરપ્રાર્થનાની આવશ્યકતા રહે છે. પ્રાર્થના શા માટે?
સુધાતૃષાદિનાં છે કે દરિદ્રતા નિર્ધનતાદિની પીડાઓને નિવારવા માટે જેઓ ‘ઈશ્વરપ્રાર્થનાને ઉપયોગ કરે છે, તેઓ ઈશ્વરને પિતાને કાર્યકર બનાવવા જેવી સુદ્ર ચેન્ન કરે છે અને એ રીતે ઈશ્વરની ભક્તિ કરવાને બદલે, ઈશ્વરનું એક પ્રકારનું અપમાન જ કરે છે.
એ અપમાનના ષમાંથી ઊગરવા માટે “ઈશ્વરપ્રાર્થનાને વિષય, દુઃખ કે કષ્ટ નિવારણનો રાખવાને બદલે અથવા સુખ કે તેનાં દશ્ય સાધને મેળવવાને રાખવાને બદલે, દુઃખ કે કષ્ટના કારણભૂત પાપનું નિવારણ અથવા સુખ કે તેના સાધનભૂત ધર્મને લાભ મેળવવાને જ રહેવું જોઈએ.
ઈશ્વર' દુઃખનિવારણ માટે નથી, પણ પાપનિવારણ માટે છે.
દુખ તે જીવે પોતે બાંધેલાં અશુભ કર્મોથી આવે છે. તેનું નિવારણ ઈશવર ન કરે, પરંતુ જે પાપકર્મથી જીવને દુખ ભેગવવું પડે છે, તે પાપકમને જડમૂળથી ઉખેડી નાખવાનું સર્વોત્તમ સામર્થ્ય “ઈશ્વરપ્રાર્થનામાં અવરય રહેલું છે. એ કારણે “વીતરાગ શાસનમાં ઈશ્વરપ્રાર્થનાને વિષય આ પ્રકારે છે. પ્રાર્થના-વસ્તુ
दुक्खक्खओ कम्मरखओ समाहिमरण च बोहिलाभो अ ।
અર્થ: હે નાથ! તને પ્રણામ કરવાના પ્રભાવે મને દુખક્ષય, કર્મક્ષય, સમાધિમરણ અને ધિલાભ પ્રાપ્ત થાઓ.
અહીં દુઃખક્ષયશબ્દથી વર્તમાનકાલીન દુઃખનું ગ્રહણ થતું નથી, પણ વર્તમાનકાલીન પાપકર્મના વેગે અનાગત ભવિષ્યકાળમાં આવનારાં દુખેને ગ્રહણ કરવાના હોય છે. ઉદયમાં આવેલું વર્તમાનકાલીન દુઃખ, તેના ભોગવટા સિવાય અન્ય કટિ ઉપાયએ પણ દૂર થઈ શકતું નથી.
પ્રાર્થના-વસ્તુમાં પ્રાર્થના કરનાર દેવાધિદેવ શ્રી વીતરાગ પરમાત્મા પાસે નીચેની વસ્તુએ પણ યાચે છે:
आरुग्गबोहिलाभं समाहिवरमुत्तमं दितु ।