________________
ઈશ્વરપ્રાના
પ્રાથનાનુ ખળ
જ્ઞાનપૂર્વક આત્મ-સાક્ષીએ નિશ્ચિત કરેલા એક ચિત્તવાળા વિચાર તે પ્રાથના છે. વિકારોથી વિરુદ્ધની પ્રક્રિયા તેમ જ આત્મશેાધનના નિશ્ચય તે પ્રાથના છે. પ્રાથનાથી ૯૦ દિવસમાં શરીરની માંસપેશીએ બદલાઇ જાય છે.
૩૧૫
વિકારી વિચારાથી માંસપેશીઓ બગડવા માંડે છે. તેને બગડતી અટકાવવા અને નિત્ય સુધરતી જાય તે માટે પ્રાર્થના, જપ તેમ જ મંત્રોચ્ચારની પ્રક્રિયા ઉપયાગી છે. એક સેકંડમાં ૧૨ (સાડા બાર) કરોડ માંસપેશીએ બદલાય છે. શુદ્ધ પ્રાય નાની અવસ્થામાં તે બધી માંસપેશીએ સુસ શ્કારિત બને છે.
શ્વાસાગ્છવાસ પર ધ્યાન આપવાને બદલે હૃદયના ધબકારાનુ શ્રવણુ વધારે સારું છે. તેથી શરીર-બળ અને આત્મા-સામર્થ્ય વધે છે.
માણસાના મનને મોટા સમય વિચારોમાં નહિ, પણ વિકારોમાં પસાર થાય છે. વિકારામાંથી વિચારોમાં જવા માટે સહાયકારક તત્ત્વમંત્રજાપ યા શ્રદ્ધાપૂર્વકની પ્રાર્થના છે.
પ્રાર્થનામાં પ્રાચ્ય ને બદલવાના નથી, પણ પ્રાથ કે મલવાનુ છે.
આત્મશુદ્ધિ માટે પ્રાર્થનાનું સૂક્ષ્મ બળ, વજ્રને શુદ્ધ કરતાં જળ કરતાં અનેકગણું વધુ છે.
卐
ઇશ્વરપ્રાથના
પ્રાથના એટલે અપ્રાપ્ત વસ્તુ માટે યાચના
એક વસ્તુ પેાતાને અત્યંત ઈષ્ટ છે, છતાં પાતે પેાતાની શક્તિથી તે મેળવી શક્તા નથી, ત્યારે તે મેળવવા માટે બીજા સમથ પુરુષની સહાયની સ્વાભાવિક આકાંક્ષા રહે છે. એ આકાંક્ષામાંથી જે હૃદયાદ્ગાર બહાર નીકળે છે, તેને ટૂંકમાં ‘પ્રાથના' તરીકે ઓળખવામાં આવે છે.
એટલે પ્રાથનાની પાછળ નીચેની ત્રણ વસ્તુઓનું જ્ઞાન કાર્ય કરી રહેલ હાય છે (૧) પ્રાર્થાંનીય વસ્તુની ઇષ્ટતાનું જ્ઞાન,
(૨) તે મેળવવાની પેાતાની અશક્ત, અસહાય અને અશરણ અવસ્થાનું ભાન તથા (૩) તે પ્રાપ્ત કરવા માટે પ્રાથ્ય વ્યક્તિના સામર્થ્યનું સ્પષ્ટ ભાન.
દરિદ્રતાના દુ:ખથી પીડાતા માનવી, તે દુઃખથી મુક્ત થવા માટે ધનવાનની આગળ જ પ્રાર્થના કરે છે, પણ નિનની આગળ નહિ. તેનું કારણ તેને દરિદ્રતાના દુઃખનુ સ્પષ્ટ શાન છે.