________________
૩૧૬
આત્મ-ઉત્થાનને પાય. તેમ જ બીજાની સહાય વિના તે દરિદ્રતાને દૂર કરવાની પોતાની અશક્તિને ખ્યાલ તેને એ દઢ નિશ્ચય તરફ વળે છે કે મારું આ દુઃખ કેઈ નિધનથી દૂર નહિ થઈ શકે, પણ ધનવાનથી જ દૂર થઈ શકશે.
આ કારણે દરિદ્રતાની પીડાઓથી લાચાર બની ગયેલો ૨ક આત્મા, સર્વ પ્રકારના ગર્વને ત્યાગ કરીને, ધનવાનની પાસે દીન અને દયામણા મુખે યાચના કરતાં જરા પણ શરમાતો નથી. તેની યાચનાના બદલામાં તેને ધનવાન તરફથી અપેક્ષિત સહાય મળે યા ન મળે, તે પણ પ્રાર્થનાને તે છોડતો નથી. કારણ કે પિતાની ઈષ્ટ સિદ્ધિ માટે તેને તે સિવાય અન્ય કોઈ માર્ગ છે જ નહિ અને ધનવાનની દયા ઉપર જ પિતાનું જીવતર છે, એ તેને નિશ્ચય છે. - ધનનો અથ જેમ ધનવાન પાસે ધનની યાચના કરે છે, તેમ અન્નને અથ અન્નવાળા પાસે, વમને અથ વાવાળા પાસે, વિવાને અર્થે કોઈ વિદ્વાન પાસે અને શાસ્ત્રને અર્થી કેઈ શાસ્ત્રવેત્તા પાસે યાચના કરે છે. અને એ રીતે યાચના કરનારા આત્મા જ ઈષ્ટ વસ્તુને લાભ મેળવી શકે છે.
ઈષ્ટને મેળવવાની ઈચ્છાની પાછળ જેમ વસ્તુની ઇષ્ટતાનું ગાન કામ કરે છે, તેમ અનિષ્ટને દૂર કરવાની ઈચ્છાની પાછળ તે તે વસ્તુની અનિષ્ટતાનું જ્ઞાન કામ કરે છેકરી રહ્યું હોય છે.
પોતાને ઈષ્ટ વસ્તુ મેળવવા માટે જેમ કોઈ સમર્થની સહાયની અપેક્ષા રહે છે, તેમ અનિષ્ટ નિવારણ માટે પણ સમર્થની સહાયની અપેક્ષા રહે છે અને તેમાંથી જ યાચના યા પ્રાર્થના આપેઆપ ઉત્પન્ન થાય છે.
ઈષ્ટલાભ અને અનિષ્ટ નિવારણ માટે દય પાયે અને દય પાર્થો જ્યારે અસમર્થ નીવડે છે, ત્યારે મનુષ્યની બુદ્ધિ અરય સહાય તરફ દેડે છે. અને એ અરય સહાય મેળવવાના મનોરથમાંથી “ઈશ્વરપ્રાર્થના' ઉત્પન્ન થયેલી હોય છે.
જ્યાં જ્યાં બુદ્ધિમાન મનુ વસે છે, ત્યાં ત્યાં “ઈવરપ્રાર્થનાને નિત્ય કાર્યક્રમ ગોઠવાયેલ હોય જ છે. અને જે મનુષ્ય નિત્ય “ઈશ્વરપ્રાર્થનામાં રસ લેતા નથી, તે મનુ પણ કઈ અત્યંત હર્ષ કે અત્યંત શેકનું અચાનક નિમિત્ત ઊભું થાય છે. ત્યારે ઈવરને આભાર માનવા કે ઈશ્વરની સહાય યાચવા માટે “ઈશ્વરને યાદ કર્યા સિવાય રહી શકતાં નથી.
આ રીતે માનવીમાત્ર જ્યારે નિત્ય કે નૈમિત્તિક “ઈશ્વરપ્રાર્થનાને એક યા બીજી રીતે કરી રહેલું હોય છે, ત્યારે “ઈશ્વરપ્રાર્થનાનું શુદ્ધ સ્વરૂપ જાણવાની જિજ્ઞાસા પણ બુદ્ધિમાન પુરુષના અંતઃકરણમાં ઉત્પન્ન થયા સિવાય રહે નહિ.
બુદ્ધિમાન પુરુષે સફળ ઇશ્વરપ્રાર્થના માટે ત્રણ મુખ્ય બાબતો વિચારવાની રહે છેઃ